અર્જુન તેંડુલકર એક એવો ખેલાડી છે જે રણજી, IPL અને ઈન્ટરનેશનલ મેચ રમ્યા પહેલાં જ સ્ટાર થઈ ગયો છે. કારણ કે તેના પિતા ક્રિકેટના ભગવાન કહેવાય છે. તેવામાં સોશિયલ મીડિયામાં ફરી એકવાર એવી ચર્ચાઓ થઈ રહી છે કે અર્જુન તેંડુલકર આજની મેચમાં ડેબ્યૂ કરી શકે છે. આ અંગે રોહિત શર્મા અને ઝાહીર ખાન પણ સંકેત આપી ચૂક્યા છે. હિટમેન અને ઝાહીરે ટોસ દરમિયાન નવા ખેલાડીને તક આપવાની જાહેરાત કરી હતી. તેવામાં અર્જુનને રમવાની તક મળી શકે છે.
આ સીઝનમાં 22 ખેલાડી રમી ચૂક્યા છે
IPLની આ સીઝનમાં મુંબઈ તરફથી 22 ખેલાડી રમી ચૂક્યા છે. લીગમાં MIએ અત્યારસુધી 13 મેચ રમી છે. વળી જૂનિયર તેંડુલકર 2 સીઝનમાં 27 મેચથી બેન્ચ પર બેઠેલો છે. દિલ્હી સામેની મેચ પહેલા તેને નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. વળી ઘણા સમયથી મુંબઈ ઈન્ડિયન્સના સોશિયલ મીડિયામાં અર્જુન તેંડુલકરના યોર્કર પ્રેક્ટિસના વીડિયો પણ શેર કરાઈ રહ્યા હતા.
મુંબઈ હવે દિલ્હીનો પ્લાન ફ્લોપ કરી શકે
રોહિતની આગેવાની હેઠળ હવે મુંબઈની ટીમ પાસે જીત સાથે આ સીઝનની સફરનો અંત કરવાની તક છે. તેવામાં હવે દિલ્હી જો આ મેચ હારી જશે તો પ્લેઓફ રેસથી બહાર ફેંકાઈ જશે તો બીજી બાજુ જો મુંબઈ હારી જશે તો RCB અને દિલ્હીના સમાન પોઈન્ટ થશે અને નેટ રન રેટના આધારે બેંગ્લોર બહાર થઈ જવાની સંભાવના છે.
30 લાખમાં મુંબઈએ ખરીદ્યો
22 વર્ષીય અર્જુન તેંડુલકર લેફ્ટ આર્મ પેસર છે. તે પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કરી રહ્યો છે. તેવામાં મેગા ઓક્શન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે તેને 30 લાખ રૂપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો હતો. અગાઉ 2021માં તે બેઝ પ્રાઈઝ સાથે મુંબઈ ટીમમાં જોડાયો હતો. જોકે IPLમાં તે નેટ્સમાં ઘણો એક્ટિવ છે પણ ડેબ્યૂની તક મુંબઈ તરફથી મળી નથી.
રણજી ટીમનો ભાગ રહી ચૂક્યો છે
અર્જુન તેંડુલકરે આ સીઝનમાં મુંબઈની રણજી ટીમમાં ભાગ લીધો હતો. તેવામાં ડિસેમ્બર મહિનામાં જાહેર થયેલી આ ટીમ પૃથ્વી શોની કેપ્ટનશિપ હેઠળ રમી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.