• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Mumbai Indians Will Be Looking To Reach The Playoffs, While The Bengaluru Team Will Be Looking To Improve Their Rankings.

આઈપીએલ 2021:મુંબઈ ઇન્ડિયન્સની નજર પ્લેઓફમાં પહોંચવા પર રહેશે, જ્યારે બેંગલુરુ ટીમ પોતાનો ક્રમ સુધારવા માંગશે

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીગમાં આજે અંતિમ ડબલ હેડર મેચ, બંને મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે

આઈપીએલ 2021 સિઝનની અંતિમ ડબલ હેડર મેચ શુક્રવારે રમાશે. મહત્વનું છે કે આ ડબલ હેડર મેચ એક જ સમયે રમાશે. અબુ ધાબીમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે જ્યારે દુભઈમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ રમાશે.

બંને મેચ સાંજે 7.30 વાગે રમાશે. પાંચવારની ચેમ્પિયન મુંબઈની નજર પ્લેઓફમાં જગ્યા બનાવવા પર રહેશે. પણ પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈએ હૈદરાબાદ પર મોટા અંતરથી જીત મેળવવી પડશે. જેમ તેણે ગત મેચમાં રાજસ્થાન રોયલ ટીમ પર જીત મેળવી હતી. પણ તે મુંબઈ ટીમ માટે એટલું સહેલું નહીં હોય. કારણ કે હૈદરાબાદે ગત મેચમાં બેંગલુરુ ટીમને આક્રમક અંદાજમાં હરાવ્યું હતું.

હૈદરાબાદ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગયું છે પણ બાકીની મેચમાં તે પોતાની શાખ માટે રમી રમશે. તો મુંબઈ ટીમ સારુ કોમ્બિનેશન શોધી રહ્યું છે. તેણે ડિકોકને પ્લેઇંગ ઇલેવનતી બહાર કરી વિકેટકીપર ઇશાન કિશનને સમાવ્યો છે.

તો કુલ્ટર-નાઇલ અને નીશમને પ્લેઇંગ ઇલેવનમાં રાખ્યો છે. આ બદલાવથી તેને રાજસ્થાન સામે મોટો ફાયદો મળ્યો હતો. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 17 મેચ રમાઇ છે. જેમાં મુંબઈએ 9 મેચમાં અને હૈદરાબાદે 8 મેચમાં જીત મેળવી છે.

બેંગલુરુ અને દિલ્હી બંને પ્લેઓફમાં પહોંચી ગઇ છે
અન્ય એક મેચમાં દિલ્હી અને બેંગલુરુ વચ્ચે ટક્કર થશે. દિલ્હીનું ટોપ-2માં રહેવું નક્કી છે. બેંગલુરુની ટીમ ટોપ-2માં પહોંચવા માટે ઉત્સુક છે. પણ શક્યતા ઓછી છે. ચેન્નઇની સ્થિતિ અત્યારે સારી છે. બેંગલુરુ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધી લીગમાં 26 મેચ રમાઇ ચુકી છે. જેમાં બેંગલુરુ ટીમે 15 મેચમાં અને દિલ્હી ટીમે 10 મેચમાં જીત મેળવી છે. તો એક મેચ પરિણામ વગર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...