તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંજાબે મુંબઈને 9 વિકેટે હરાવ્યું:લોકેશ રાહુલની લીગમાં 24મી ફિફટી, પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા નંબરે પહોંચી પંજાબની ટીમ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહુલે 52 બોલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી 60* રન કર્યા. - Divya Bhaskar
રાહુલે 52 બોલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી 60* રન કર્યા.

પંજાબ કિંગ્સે IPL 2021ની 17મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નઈ ખાતે 132 રનનો પીછો કરતાં 17.4 ઓવરમાં 1 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે. લોકેશ રાહુલે લીગમાં પોતાની 24મી ફિફટી ફટકારતા 52 બોલમાં 60* રન કર્યા, જ્યારે ક્રિસ ગેલે 43* રનનું યોગદાન આપ્યું. આ મેચ જીતીને પંજાબની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈની ટીમ ચોથા સ્થાને યથાવત છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

મયંક-રાહુલની 53 રનની ભાગીદારી
મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 53 રનની ભાગીદારી કરીને પંજાબને સારી શરૂઆત અપાવી હતી. મયંક અગ્રવાલે 20 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 25 રન કર્યા હતા. તે રાહુલ ચહરની બોલિંગમાં લોન્ગ-ઓન પર સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ થયો હતો.

મુંબઈએ 132 રનનો ટાર્ગેટ આપ્યો
મુંબઈ ઇન્ડિયન્સે IPL 2021ની 17મી મેચમાં પંજાબ કિંગ્સ સામે ચેન્નઈ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 131 રન કર્યા છે. મુંબઈ માટે કેપ્ટન રોહિત શર્માએ લીગમાં પોતાની 40મી ફિફટી ફટકારતા 63 રન કર્યા. જ્યારે સૂર્યકુમાર યાદવે 33 રનનું યોગદાન આપ્યું. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહીં. પંજાબ માટે મોહમ્મદ શમી અને રવિ બિશ્નોઇએ 2-2 વિકેટ, જ્યારે દિપક હુડા અને અર્શદીપ સિંહે 1-1 લીધી.

હાર્દિકે નિરાશ કર્યા
હાર્દિક પંડ્યા 4 બોલમાં 1 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. તે અર્શદીપની બોલિંગમાં દિપક હુડા દ્વારા કેચ આઉટ થયો હતો.

સૂર્ય-રોહિતની 79 રનની ભાગીદારી
રોહિત શર્માએ લીગમાં પોતાની 40મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી 63 રન કર્યા હતા. તે મોહમ્મદ શમીની બોલિંગમાં ફેબિયન એલેનના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવે 27 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 33 રન કર્યા હતા. તે રવિ બિશ્નોઇની બોલિંગમાં શોર્ટ-થર્ડમેન પર ક્રિસ ગેલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને રોહિતે ત્રીજી વિકેટ માટે 55 બોલમાં 79 રનની ભાગીદારી કરી હતી.

કિશનની અત્યંત ધીમી બેટિંગ
ઈશાન કિશનને ચેન્નઈની ધીમી વિકેટ પર ત્રીજા નંબરે પ્રમોટ કરવામાં આવ્યો હતો. જોકે, તેણે અત્યંત ધીમી બેટિંગ કરીને તમામને નિરાશ કર્યા હતા. તેણે 17 બોલમાં માત્ર 6 રન કર્યા હતા. તે પછી રવિ બિશ્નોઇની બોલિંગમાં કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો.

કિશનને આઉટ કર્યા બાદ રવિ બિશ્નોઇ.
કિશનને આઉટ કર્યા બાદ રવિ બિશ્નોઇ.

મુંબઈનો IPLમાં પાવરપ્લેમાં સૌથી ઓછો સ્કોર
17/3 vs પંજાબ, મુંબઈ 2015
21/2 vs પંજાબ, વિશાખાપટ્ટનમ 2016
21/4 vs બેંગલોર, બેંગલોર 2017
21/1 vs પંજાબ, ચેન્નઈ 2021 *

ડી કોકને આઉટ કર્યા પછી ઉજવણી કરતો દિપક હુડા.
ડી કોકને આઉટ કર્યા પછી ઉજવણી કરતો દિપક હુડા.

ડી કોક સસ્તામાં આઉટ
કવિન્ટન ડી કોક દિપક હુડાની બોલિંગમાં મીડ-ઓન પર મોઝેઝ હેનરિક્સના હાથે કેચ આઉટ થયો .હતો. તેણે 5 બોલમાં 3 રન કર્યા હતા.

પંજાબે ટોસ જીતીને બોલિંગ લીધી
પંજાબ કિંગ્સના કેપ્ટન લોકેશ રાહુલે IPL 2021ની 17મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નઈ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબે પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. મુરુગન અશ્વિનની જગ્યાએ રવિ બિશ્નોઇ રમી રહ્યો છે. જ્યારે મુંબઈએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. રોહિતે કહ્યું કે, "અમે ટોસ જીત્યો હોત પ્રથમ બેટિંગ જ કરત."

મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, જયંત યાદવ, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

પંજાબ કિંગ્સની પ્લેઈંગ-11: લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, મોઝેઝ હેનરિક્સ, દિપક હુડા, શાહરુખ ખાન, ફેબિયન એલેન, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઇ અને અર્શદીપ સિંહ

હેડ-ટુ-હેડ
બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચ રમાઈ છે. તેમાંથી 14 મુંબઈએ અને 12 પંજાબે જીતી છે. મુંબઈનો પંજાબ સામે સક્સેસ રેટ 53% છે. અત્યારે મુંબઈની ટીમ 4 મેચમાં 2 જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે 4 મેચમાં 1 જીત સાથે પંજાબની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને છે.

મેચમાં આ આંકડા પર રહેશે નજર

  • જસપ્રીત બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સ માટે પોતાની 100મી મેચ રમશે. તેણે મુંબઈ માટે આઇપીએલમાં 96 અને ચેમ્પિયન્સ લીગમાં 3 મેચ રમી છે.
  • મયંક અગ્રવાલ પંજાબ કિંગ્સ માટે 981 રન બનાવી ચૂક્યો છે. 19 રન બનાવતા જ એ ટીમ માટે 1 હજાર રન પૂરા કરશે.
  • મુંબઈનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા વિકેટની હાફ સેન્ચુરી પૂરી કરી શકે છે. તેણે 75 મેચમાં 49 વિકેટ લીધી છે.
અન્ય સમાચારો પણ છે...