તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL-2021:રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ છેલ્લી 6 મેચમાં મુંબઈનો માત્ર એકમાં વિજય

ચેન્નઈ19 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
 • કૉપી લિંક
 • મુંબઈ- રાજસ્થાન અને દિલ્હી-કોલકાતા વચ્ચે આજે મેચ

આઈપીએલ 2021ની 24મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની સામે રાજસ્થાન રોયલ્સની ટીમ હશે. આ મેચ બપોરે સાડા ત્રણ કલાકે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો અત્યાર સુધી રમેલી 5 મેચમાંથી 2-2 જીતી છે. મુંબઈ માટે કેપ્ટન રોહિત શર્મા સારા ફોર્મામં છે.

જોકે, હજુ સુધી તેમના બેટમાંથી મોટી ઈનિંગ્સ નીકળી નથી. ડી.કોક ફોર્મ મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે. ટીમની સૌથી મોટી મુશ્કેલી મધ્યમ ફોર્મ છે. ઈશાન, હાર્દિક, પોલાર્ડ અને કૃણાલનું બેટ શાંત છે. મેદાન બદલાયા પછી ટીમ તેમની પાસે મોટી ઈનિંગ્સની અપેક્ષા રાખશે.

મુંબઈને બંને વિજય બોલરોના કારણે પ્રાપ્ત થયા છે. બુમરાહ, બોલ્ટ અને રાહુલ ચાહર શાનદાર ફોર્મમાં છે. બીજી તરફ રાજસ્થાન પાસે માત્ર ચાર વિદેશી ખેલાડી છે. બટલરનું બેટ ચાલ્યું નથી. ટીમ માટે માત્ર ક્રિસ મોરિસ અત્યાર સુધીનો સ્ટાર પરફોર્મર છે. તેના ઉપરાંત ચેતન સાકરિયા અને મુસ્તફિઝુર રહેમાને પણ સારું પ્રદર્શન કર્યું છે.

રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સંઘર્ષ કરે છે
રાજસ્થાન સામેની 23 મેચમાંથી મુંબઈ 11 જીતી છે. રાજસ્થાને પણ 11 જીતી છે અને એક મેચ અનિર્ણીત રહી છે. જોકે, છેલ્લી 6 મેચમાં મુંબઈ તેની સામે માત્ર એક મેચ જ જીતી શક્યું છે. જેનું સૌથી મોટું કારણ આર્ચર હતો, જેણે આ 6 મેચમાં 12 વિકેટ લીધી હતી. જોકે, તે આ સિઝનમાં રાજસ્થાનની ટીમમાં નથી. આ દરમિયાન મુંબઈના સ્પિનર્સે 9ની ઈકોનોમીથી રન આપ્યા છે.

એક રનના પરાજયને ભૂલીને આગળ વધવા માગશે પંતની ટીમ
આજના દિવસની બીજી મેચ કોલકાતા નાઈટરાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હશે. દિલ્હી અત્યાર સુધી રમેલી 6 મેચમાંથી ચાર જીતી છે. બેંગલુરુ વિરુદ્ધ મેચમાં તે માત્ર 1 રને હારી ગઈ હતી. ટીમને પૃથ્વી શો અને શિખર ધવને સારી શરૂઆત આપી છે. જોકે, સ્મિથ આ વખતે ફોર્મમાં નથી. બેંગલુરુ સામે હેટમાયરે વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. યુવાન બોલર આવેશ ખાન ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે.

અશ્વિનના બ્રેક લીધા પછી ટીમને અસર નહીં થાય, કેમકે તેની પાસે બીજા વિકલ્પ છે. બીજી તરફ, કોલકાતા 6 મેચમાંથી માત્ર બે જ જીતી છે. અત્યાર સુધી ટીમના બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નથી. ગિલનું ફોર્મ ચિંતાનું સૌથી મોટું કારણ છે. રાણા અને ત્રિપાઠીના પ્રદર્શનમાં પણ સાતત્યનો અભાવ છે. ચેન્નઈ વિરુદ્ધ મેચ સિવાય રસેલ પણ સંઘર્ષ કરી રહ્યો છે. પંજાબ સામે કોલકાતાના બોલરોનું પ્રદર્શન સારું રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો