• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Mumbai; Buses That Went To Bring IPL Players Vandalized By MNS Activist Outside The Hotel In Mumbai, Many Activists Arrested

MNS કાર્યકર્તાએ IPL બસોમાં તોડફોડ કરી:મુંબઈ બહારની બસો લાવવાથી રોષે ભરાયા, સ્થાનિક લોકોની રોજગારી છીનવાઈ ગઈ હોવાનો આક્ષેપ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ દક્ષિણ મુંબઈમાં તાજ હોટલની બહાર હંગામો અને તોડફોડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર MNS કાર્યકર્તાઓએ IPL ખેલાડીઓ અને હોટલની બહાર ઉભેલી સ્ટાફ બસ પર હુમલો કર્યો છે. આ તમામ કાર્યકર્તાએ લાકડીઓ અને પથ્થરો વડે બસના કાચ તોડી નાખ્યા છે. જોકે પોલીસે આ તોફાન કરતા MNSના અનેક કાર્યકરોની ધરપકડ કરી દીધી છે.

MNS કાર્યકર્તાઓનો આરોપ છે કે IPL માટે મહારાષ્ટ્ર બહારથી કોન્ટ્રાક્ટ દ્વારા બસો લાવવામાં આવી છે. જેમાં સ્થાનિક લોકોની અવગણના કરવામાં આવી છે અને બહારના રાજ્યોના લોકોને લાભ મળી રહ્યો છે. આ વખતે IPLની તમામ લીગ મેચ મહારાષ્ટ્રમાં યોજાશે. આમાંથી મોટાભાગની મેચો મુંબઈ અને પુણેમાં છે.

પહેલા બસમાં ઘુસ્યા અને પછી તોડફોડ કરી
પ્રાપ્ત થતી માહિતી મુજબ MNSના તોડફોડ કરનારા કાર્યકરો ટ્રાન્સપોર્ટ વિંગના છે. તેવામાં મોડી રાત્રે કરાયેલી આ તોડફોડ દરમિયાન સૌથી પહેલાં કાર્યકરો બસની અંદર ઘુસ્યા. ત્યારપછી તેમણે બસ પર દંડા અને મુક્કા મારી તોડફોડ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અન્ય કેટલાક કાર્યકરોએ વિવિધ માંગના પોસ્ટર પણ ચોંટાડ્યા અને નારા લગાવ્યા હતા. જોકે ત્યારપછી પણ ગુસ્સો શાંત ન થતા તેમને બસના કાચ તોડવાનું શરૂ કરી દીધું હતું.

વિરોધ છતા દિલ્હીને બસોને અનુમતિ મળી
જોકે આ પ્રદર્શનને પોલીસે રોકી તમામ કાર્યકર્તાની ધરપકડ કરી લીધી છે. તેવામાં એક કાર્યકર સંજય નાઈકે કહ્યું કે અમારા વિરોધ છતા દિલ્હી અને અન્ય સ્થળેથી અહીંયા બસો અને નાના વાહનો લાવવામાં આવ્યા છે. આનાથી સ્થાનિક લોકોની આજીવિકા પ્રભાવિત થઈ રહી છે. અમે આ પગલાંનો વિરોધ કરી રહ્યા છીએ, છતા કોઈ અમારી વાત સાંભળી રહ્યું નથી. જેથી કરીને અમે આ પ્રમાણે વિરોધ પ્રદર્શન આગળ ધપાવ્યું હતું.

IPLની 15મી સીઝન 26 માર્ચથી શરૂ

  • IPLની આ સિઝનની શરૂઆત 26 માર્ચથી થશે. જેની ફાઈનલ મેચ 29 મેના દિવસે રમાશે.
  • સીઝનની પહેલી મેચ ચેન્નઈ અને કોલકાતા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
  • મુંબઈમાં વાનખેડે, બ્રેબોર્ન અને નવી મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં IPLની મેચ રમાશે.
અન્ય સમાચારો પણ છે...