ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લીગ તબક્કાની 68 મેચ રમાઈ છે. હવે માત્ર 2 લીગ મેચ બાકી છે અને 3 ટીમ પ્લેઓફમાં પ્રવેશી ચૂકી છે. એક જગ્યા ખાલી છે. આ એક સ્થાન માટે 3 ટીમ દાવેદાર છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT), ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG)એ ટોપ-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. બાકીના એક સ્થાન માટે હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), રાજસ્થાન રોયલ્સ (RR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે સ્પર્ધા છે. મુંબઈ અને બેંગલોર પાસે તેમની છેલ્લી લીગ મેચો જીતીને ટોપ-4માં સ્થાન મેળવવાની તક છે, જ્યારે રાજસ્થાનની ટીમ બેંગલોર અને મુંબઈનાં પરિણામો પર નિર્ભર છે, કારણ કે ટીમ તેની તમામ લીગ મેચો રમી ચૂકી છે.
આજે સીઝનનો છેલ્લો ડબલહેડર દિવસ છે, એટલે કે આ સીઝનમાં છેલ્લી વખત એક દિવસમાં બે મેચ રમાશે. પ્રથમ મેચમાં મુંબઈ અને હૈદરાબાદ આમને-સામને થશે, જ્યારે બીજી મેચમાં બેંગલોર-ગુજરાત સામે ટકરાશે.
આગળ સ્ટોરીમાં આપણે આજની મેચોમાં ટીમોની સ્થિતિ તેમજ પ્લેઓફમાં પ્રવેશવા માટે મુંબઈ અને બેંગલોરને શું કરવાની જરૂર છે એ જાણીશું.
સૌપ્રથમ તો ચાલો પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ...
આજે પ્લેઓફની ચોથી ટીમ ટકરાશે
પોઈન્ટ ટેબલના વર્તમાન સ્થિતિ મુજબ, ગુજરાત ટાઇટન્સ (18 પોઈન્ટ) પ્રથમ સ્થાને, ચેન્નઈ (17) બીજા સ્થાને અને લખનઉ (17) ત્રીજા સ્થાને છે. પ્લેઓફમાં કન્ફર્મ ક્વોલિફિકેશન માટે 16થી વધુ પોઈન્ટની જરૂર છે, જે આ ત્રણે હાંસલ કરી છે. હવે ચોથા સ્થાન માટે રેસ ચાલુ છે.
બેંગલોર, રાજસ્થાન અને મુંબઈ દાવો રજૂ કરી રહી છે. ત્રણેયના 14-14 પોઈન્ટ સમાન છે, પરંતુ બેંગલોર અને મુંબઈની એક-એક મેચ છે, જ્યારે રાજસ્થાને તેની તમામ લીગ મેચ રમી છે. આવી સ્થિતિમાં બેંગલોર અને મુંબઈ પાસે છેલ્લી મેચ જીતીને પોતાનો દાવો મજબૂત કરવાની તક છે, જ્યારે રાજસ્થાન આ બંને ટીમની મેચનાં પરિણામો પર નિર્ભર છે.
આ 6 ટીમ સિવાય કોલકાતા, પંજાબ, દિલ્હી અને હૈદરાબાદ પોતાની તમામ મેચ રમીને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
ચાલો... જોઈએ પ્લેઓફમાં ચોથા સ્થાન માટે દાવેદાર તમામ ટીમોની સ્થિતિ...
1. મુંબઈ ઈન્ડિયન્સ
2. રોયલ ચેલેન્જર્સ બેંગલોર
3. રાજસ્થાન રોયલ્સ
સંજુ સેમસનની કેપ્ટનશિપવાળી રાજસ્થાન રોયલ્સ ટીમે પોતાની તમામ લીગ મેચ રમી છે. ટીમના હિસ્સામાં માત્ર 14 પોઈન્ટ છે. ટીમ 0.148ના નેટ રનરેટ સાથે 5મા નંબરે છે. આ સ્થિતિમાં પણ પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે રાજસ્થાન ઈચ્છશે કે મુંબઈ અને બેંગલોર મોટા માર્જિનથી હારી જાય, જેથી ત્રણેય ટીમના માત્ર 14 પોઈન્ટ છે. બીજી તરફ રાજસ્થાનનો રન રેટ બંને કરતાં સારો હતો. જો આજે મુંબઈની હાર બાદ બેંગલોર તેની મેચ 6 રનથી વધુના અંતરથી હારી જાય છે, તો રાજસ્થાન 14 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ થઈ જશે.
હવે ચાલો... જોઈએ કે શનિવારે ચેન્નઈ અને લખનઉ પ્લેઓફમાં કેવી રીતે ક્વોલિફાય થયા...
CSK અને LSGએ પોતપોતાની મેચ જીતી હતી
શનિવારે બે મેચ રમાઈ હતી. પ્રથમમાં, ચેન્નઈએ દિલ્હીને 77 રને હરાવીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે બીજામાં લખનઉએ કોલકાતા સામે એક રને રોમાંચક જીત મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. લખનઉ સામેની હાર સાથે કોલકાતા પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.