• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • M.S.Dhoni Said I Have Not Left The Chennai Team Yet ... The Decision For CSK Will Be Taken Keeping In View The Next 10 Years; Kolkata Is The Contender To Win The Final

ધોનીનો નિવૃત્તિ મુદ્દે હેલિકોપ્ટર શોટ:કહ્યું- મેં હજુ ચેન્નઈની ટીમ છોડી નથી...આગામી 10 વર્ષને ધ્યાનમાં રાખી CSK માટે નિર્ણય લેવાશે; ફાઇનલ જીતવાની હકદાર કોલકાતા હતી

2 મહિનો પહેલા
  • ધોનીના સુપર કિંગ્સનો ફાઇનલમાં 27 રનથી ભવ્ય વિજય, શાર્દૂલે 3 તથા હેઝલવુડ-જાડેજાએ 2-2 વિકેટ લીધી

IPL-14ને ઘણા ચઢાવ-ઉતાર પછી ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. શુક્રવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મહેન્દ્ર સિંહ ધોની એન્ડ ટીમે 27 રનથી કોલકાતાને હરાવી ચોથી વાર ટાઈટલ જીતી લીધું છે. તેવામાં આ ભવ્ય વિજય પછી ધોનીએ પોસ્ટ મેચ સેરેમની દરમિયાન પોતાની નિવૃત્તી અંગે ઘટસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે મેં હજુ ચેન્નઈની ટીમ છોડી નથી, આગામી 10 વર્ષનો વિચાર કરીને અમારી ટીમ નિર્ણય લેશે.

ધોનીએ નિવૃત્તિ અંગે કર્યો ઘટસ્ફોટ
હર્ષા ભોગલેએ પોસ્ટ મેચ સેરેમની પછી છેલ્લો સવાલ પૂછતા ધોનીને કહ્યું હતું કે તમે ચેન્નઈનો વારસો ઘણો સારી રીતે જાળવી રાખ્યો છે. તમે આ વારસાની સાથે એક સારી છાપ છોડીને જઈ રહ્યા છો....જેના જવાબમાં પહેલા તો ધોની શાંત રહ્યો અને કંઈ જ બોલ્યો નહીં. ધોનીની આવી પ્રતિક્રિયાથી હર્ષા ભોગલે પણ જાણે તાત્કાલિક સવાલ બદલીને મુદ્દો ફેરવી દીધો હતો. જોકે ત્યારપછી ધોનીએ કહ્યું કે મેં હજુ સુધી ચેન્નઈની ટીમ છોડી નથી. તેનો આ જવાબ સાંભળતા જ હર્ષા ભોગલે સહિત ફેન્સ ઉત્સાહમાં આવી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે વચ્ચે ધોની IPLમાંથી નિવૃત્ત થાય તેવા અણસાર પણ આપી રહ્યો હતો. તેને પંજાબ સામેની મેચમાં પણ ડેની મોરિસનને નિવૃત્તી અંગે જ અણસાર આપ્યા હતા. તેવામાં ફાઇનલ જીત્યા પછી ધોનીની આવી પ્રતિક્રિયાથી ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે.

ધોનીએ કહ્યું- કોલકાતા આ મેચ જીતવાની હકદાર હતી
મહેન્દ્ર સિંહ ધોનીએ પોસ્ટ મેચ સેરેમનીની શરૂઆતમાં જ કહ્યું હતું કે કોલકાતાની ટીમે જેવી રીતે ફેઝ-2માં વાપસી કરી છે તે પ્રશંસનીય છે. તેમના સ્ટાફ અને ખેલાડીએ સારુ પ્રદર્શન દાખવ્યું છે. આ મેચ જીતવાની પ્રબળ હકદાર કોલકાતા હતી. જો તમે ફાઇનલમાં જીતવાના આંકડા સામે નજર કરશો તો અમે સૌથી વધારે વખત આવી મેચ હાર્યા છીએ.

કેપ્ટન કૂલ ધોનીએ CSKનો ગેમ પ્લાન છતો કર્યો
મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે અમે આ સિઝનમાં દરેક પ્લેયર પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રેક્ટિસ કરી રહ્યા હતા. દરેક ખેલાડીના સારા-નબળા પાસાનો અભ્યાસ કરીને તેમનામાં સુધાર લાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા હતા. આ ફાઇનલ જીતવા પાછળનું સૌથી મોટું કારણ અમારી પ્રેક્ટિસ છે.

ચેન્નઈના સમર્થકોનો આભાર- ધોની
મહેન્દ્ર સિંહ ધોનીએ ખાસ કરીને તેના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે અમે ભારતની બહાર પણ મેચ રમી રહ્યો હોવા છતા સ્ટેડિયમમાં ચેન્નઈના ફેન્સ અમને ચિયર કરવા આવતા હતા. મને ક્યારેય લાગ્યું નહોતું કે હું ભારતની બહાર મેચ રમી રહ્યો છું. મને આશા છે કે હું મારા ફેન્સની સામે ચેન્નઈમાં મેચ રમી શકું.

હું કેટલું રમીશ એ BCCIના નિર્ણય પર નિર્ભર
બે નવી ટીમ આવતાની સાથે હું કેટલું રમીશ એ BCCIના નિર્ણય પર નિર્ભર રહેશે. આ મારું સિલેકશન ટોપ 3 અને 4માં થાય એના પર આધારિત નથી. પરંતુ ચેન્નઈની ટીમ આગામી 10 વર્ષ માટે તૈયાર થાય અને એક મજબૂત દાવેદાર બનીને મેચ જીતે એના પર સંપૂર્ણ ફોકસ રહેશે. ફ્રેન્ચાઈઝીને નુકસાન થાય તેવું ન કરવું જોઈએ. તેવામાં હવે યુવા ખેલાડીને વધુ તક આપી મેચ રમાડવી જોઈએ.

કોલકાતાના કેપ્ટન મોર્ગને શાહરુખની પ્રશંસા કરી
મોર્ગને મેચ હાર્યા પછી કહ્યું હતું કે અમારા માલિક શાહરુખ ખાન ઘણા સારા છે. મને મારી ટીમની મહેનત અને ધગસ પર ગર્વ છે. વેંકટેશ અને ગિલ વિસ્ફોટક બેટર્સ છે. રાહુલ ત્રિપાઠી દુર્ભાગ્યપૂર્ણ રહ્યો કે તે ઈજાગ્રસ્ત થયો હતો.

ધોની એન્ડ ટીમનો 27 રનથી ભવ્ય વિજય
ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2021ની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવીને ચોથી વાર ટ્રોફી જીતી લીધી છે. ટોસ હાર્યા પછી ચેન્નઈએ 192/3નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 165 રન જ કરી શકી હતી. જેથી ચેન્નઈએ 27 રનથી KKRને હરાવી મેચની સાથે ચોથી IPL ટ્રોફી જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...