ધોનીનું નિરાશાજનક પ્રદર્શન:કોચ ફ્લેમિંગે તેનો બચાવ કર્યો, કહ્યું- ધોની જ નહીં દરેક બેટર સંઘર્ષ કરતા જોવા મળ્યા

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચેન્નઈ સુપર કિંગ્સને IPLના બીજા ફેઝમાં સતત 2 હારનો સામનો કરવો પડ્યો છે. સોમવારે દિલ્હીએ 3 વિકેટથી હરાવ્યું હતું. આ જીતની સાથે રિષભ પંતની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. બંને ટીમો પહેલા જ પ્લેઓફમાં ક્વોલિફાઈ કરી ચૂકી છે. સોમવારે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે 27 બોલમાં માત્ર 18 રન કર્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ માત્ર 66.66 રહ્યો હતો. જ્યારે ધોનીના ખરાબ ફોર્મ અંગે કોચ સ્ટીફન ફ્લેમિંગને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કેપ્ટન કૂલનો બચાવ કર્યો હતો.

તે એકલો નથી જેના શોટ્સ કનેક્ટ નહતા થઈ રહ્યા
તેણે મેચ પછી આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ધોની એકલો નથી જેના શોટ્સ કનેક્ટ થઈ રહ્યા નહોતા. સ્ટ્રોકપ્લે માટે આ ઘણો અઘરો દિવસ હતો. લોફ્ટેડ શોટ્સ મારવા માટે આ ઘણી મુશ્કેલ પિચ હતી. બંને ટીમો આ પિચ પર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

અમે ભૂલ પણ કરી
કોચ ફ્લેમિંગે વધુમાં જણાવ્યું હતું કે આ મેચ જીતવા માટે અમે 10-15 રન શોર્ટ હતા. ત્રણ અલગ-અલગ મેદાનની પરિસ્થિતિને સમજવામાં ઘણી મુશ્કેલી સામે આવી રહી છે. અમે ઘણી ભૂલો પણ કરી જેના પર કામ કરી રહ્યા છીએ.

દિલ્હીના બોલર્સનો કમાલ
ચેન્નઈ સુપર કિંગ્સના કોચે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના બોલર શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. તેમણે છેલ્લી પાંચ ઓવરમાં સારી બોલિંગ કરી હતી, જેના માટે રન કરવા ઘણા મુશ્કેલ હતા. આ હારથી અમે નિરાશ નથી. જો તમે મને પૂછશો તો હું એટલું જ કહીશ કે પ્લેઓફમાં હારવા કરતા હું આ બે મેચ હારી જવાનું પસંદ કરું એવી સ્થિતિમાં છું.

ચેન્નઈ બીજી લીગ મેચ પંજાબ વિરૂદ્ધ રમશે
તમને જણાવી દઇએ કે ગુરુવારે ચેન્નઈની ટીમ પંજાબ વિરૂદ્ધ અંતિમ લીગ મેચ રમશે. પંજાબ કિંગ્સ આ મેચ કોઇપણ ભોગે જીતવા માટે મેદાનમાં ઉતરશે. વળી ચેન્નઈ પણ આ મેચ જીતી ફરીથી લયમાં આવવા સજ્જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...