RCBના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મિસ્ટર 360 તરીકે ઓળખાતો એબી ડિવિલિયર્સ આવતા વર્ષથી IPLમાં કમબેક કરવા જઈ રહ્યો છે. તે RCBનો ભાગ બનશે એ વાતની પુષ્ટિ તાજેતરમાં ડિવિલિયર્સે કરી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટને VUS સ્પોર્ટ્સને કહ્યું- 'મને એ સાંભળીને આનંદ થયો કે વિરાટ કોહલીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. સાચું કહું તો, અમે હજી કંઈ નક્કી કર્યું નથી. આવતા વર્ષે હું ચોક્કસપણે આઈપીએલ સાથે સંકળાયેલો રહીશ.
મને મારી ભવિષ્યની જવાબદારીઓ વિશે હજુ સુધી જાણ નથી. પરંતુ હું કમબેક કરવાની રાહ જોઈ રહ્યો છું. ડિવિલિયર્સના કમબેકની માહિતી બુધવારે એલિમિનેટરમાં LSG સામે રમનારી RCBના ઉત્સાહને વેગ આપી શકે છે.
વિરાટે આપ્યા સંકેતો
થોડા દિવસો પહેલા RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ABDના કમબેકનો સંકેત આપ્યો હતો. RCBના સોશિયલ એકાઉન્ટ પર વાત કરતી વખતે કોહલીએ કહ્યું હતું કે ડિવિલિયર્સ આવતા વર્ષે નવી ક્ષમતાઓ સાથે ફ્રેન્ચાઈઝીમાં જોડાઈ શકે છે. તે કઈ ભૂમિકામાં પાછો ફરશે તે હજી નક્કી નથી (ખેલાડી, કોચ અથવા માર્ગદર્શક).
ડિવિલિયર્સે સિઝન પહેલા નિવૃત્તિ લીધી હતી
એબી ડિવિલિયર્સે પણ આઈપીએલ-15 પહેલા ગયા વર્ષે નવેમ્બરમાં આઈપીએલમાંથી નિવૃત્તિ લીધી હતી. અગાઉ, તેણે 2018મા ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ પછી તેણે IPL રમવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
ડિવિલિયર્સની પસંદગી IPL હોલ ઓફ ફેમમાં કરવામાં આવી છે, ફ્રેન્ચાઇઝીએ થોડા દિવસો પહેલા જ તેને અને ગેલને તેમના પ્રથમ હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.