પ્રામાણિકતા કે અણસમજ:લખનઉ વિરુદ્ધ આઉટ થયા વગર મિશેલ માર્શ પેવેલિયન ભેગો થયો, ફેન્સે કહ્યું- રિવ્યૂ સિસ્ટમ છે, ઉપયોગ તો કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એવું કહેવાય છે કે ગમે તે થાય બેટ્સમેનને ખબર હોય છે કે બોલ તેના બેટને અડ્યો છે કે નહીં, પરંતુ દિલ્હી કેપિટલ્સ vs લખનઉ સુપર જાયન્ટ્સની મેચમાં કંઈક એવું બન્યું, જેમાં બેટ્સમેન આઉટ થયા વિના જ મેદાન છોડી ગયો. આ જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે કે માર્શે જે કર્યું એના વિશે શું કહેવું? આવું કરવા પર મિશેલ માર્શને મેચનો વિલન કહેવામાં આવી રહ્યો છે.

ગૌતમને મફતમાં વિકેટ મળી
આવેશ ખાનની જગ્યાએ મેચ રમી રહેલા ગૌતમને ફ્રી વિકેટ મળી હતી . ગૌતમે મિશેલ માર્શની વિકેટ પોતાના નામે કરી હતી. જોકે માર્શ આઉટ ન હતો. વાસ્તવમાં મિશેલ ગૌતમના બોલ પર મોટો શોટ રમવા માગતો હતો, પરંતુ બોલ બેટને અડ્યો નહીં અને વિકેટકીપર ડિકોકના ગ્લોવ્સમાં ગયો.

ડિકોકને લાગ્યું કે બોલને બેટની એડ્જ અડી છે અને તેણે જોરદાર અપીલ કરી. મિશેલને પણ ખાતરી થઈ ગઈ હતી કે બોલને બેટની એડ્જ અડી છે. માર્શ કંઈ સમજ્યો નહીં અને પેવેલિયન તરફ ચાલવા લાગ્યો. ગૌતમને પણ વિશ્વાસ ન થયો કે તેણે માર્શની વિકેટ લીધી.

રિપ્લેમાં ચિત્ર સ્પષ્ટ થયું
રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે બોલ બેટને અડ્યો જ નથી. માર્શે 20 બોલમાં 37 રન ફટકાર્યા હતા. તેણે પંત સાથે માત્ર 25 બોલમાં 60 રન જોડ્યા. જે સમયે તેણે રિવ્યૂ લીધા વિના પોતાની વિકેટ ફેંકી હતી એ સમયે દિલ્હી જીત તરફ આગળ વધી રહ્યું હતું.

માર્શના આઉટ થયા બાદ લલિત યાદવ પણ આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. મિડલ ઓર્ડરમાં ઝડપી રન મેળવવા માટે પ્રખ્યાત લલિત લખનઉ સામે માત્ર 3 રન બનાવી શક્યો હતો. આ પછી દિલ્હીની ટીમ મેચમાંથી બહાર થઈ ગઈ હતી.

મિશેલની વિકેટથી મેચ બદલાઈ ગઈ

દિલ્હીના વિસ્ફોટક ઓપનર્સ લખનઉ સામેની મેચમાં ફ્લોપ સાબિત થયા.
દિલ્હીના વિસ્ફોટક ઓપનર્સ લખનઉ સામેની મેચમાં ફ્લોપ સાબિત થયા.

196 રનના ટાર્ગેટ સામે પૃથ્વી શો અને ડેવિડ વોર્નરની ઓપનિંગ જોડી ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. દિલ્હીએ 13 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. પૃથ્વી શો 5 રનના અંગત સ્કોર પર દુષ્મંથા ચમીરા દ્વારા આઉટ થયો હતો જ્યારે ડેવિડ વોર્નર 3 રન બનાવીને મોહસીન ખાનનો શિકાર બન્યો હતો. આવી સ્થિતિમાં સુકાની રિષભ પંત અને મિશેલ માર્શે કાઉન્ટર એટેક શરૂ કર્યો. બંનેની ધમાકેદાર બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે મેચ 20 ઓવર પહેલાં ખતમ થઈ જશે.

આવી સ્થિતિમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 37 રન બનાવીને રમી રહેલા માર્શે પોતાને કોઈપણ એડ્જ વિના આઉટ માનીને રિવ્યૂ લીધા વિના જ મેદાન છોડી દીધું હતું. એ બાદ રિષભ પંત એકલો પડી ગયો હતો. પરિણામ એ આવ્યું કે વધતા રન-રેટના દબાણમાં પંતે દરેક બોલ પર ફટકારવાનું શરૂ કર્યું.

અંતે 30 બોલમાં 44 રન બનાવ્યા બાદ રિષભ મોહસિન ખાનના હાથે બોલ્ડ થયો હતો. જો કાંગારૂ બેટ્સમેન મિચેલ માર્શે ભૂલ ન કરી હોત તો દિલ્હી પાસે મેચ જીતવાની તક હતી.

અન્ય સમાચારો પણ છે...