IPL 2022ની 26મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે 18 રનથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધું છે. મુંબઈ સામે 200 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ 181/9નો સ્કોર જ નોંધાવી શકી હતી અને મેચ હારી ગઈ છે. લખનઉની જીતમાં આવેશ ખાને 3 વિકેટ લઈ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો...
બ્રેવિસની તોફાની ઇનિંગ્સ
રોહિત શર્માના આઉટ થયા પછી ડેવોલ્ડ બ્રેવિસ બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે માત્ર 13 બોલમાં 31 રન કર્યા હતા. જોકે ત્યારપછી દીપક હુડાએ તેને પેવેલિયન ભેગો કર્યો હતો. બ્રેવિસ અને ઈશાને બીજી વિકેટ માટે 19 બોલમાં 41 રન જોડ્યા હતા.
કેએલ રાહુલની 100મી મેચમાં સદી
IPLમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલની આ 100મી મેચ છે. રાહુલ આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 100 મેચ રમનારો 48મો ખેલાડી બની ગયો છે. આની સાથે રાહુલે 2013માં RCB તરફથી રમતા પોતાનું ડેબ્યૂ કર્યું હતું. લખનઉ અને બેંગ્લોર સિવાય તે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ માટે પણ રમી ચૂક્યો છે. એટલું જ નહીં રાહુલે શાનદાર બેટિંગ કરતા 56 બોલમાં પોતાની IPL કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી. તેણે આ ઈનિંગમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
બીજી વિકેટ માટે 50 રનની પાર્ટનરશિપ
કેએલ રાહુલ અને મનીષ પાંડેએ બીજી વિકેટ માટે 47 બોલમાં 72 રન જોડ્યા હતા. ખરાબ ફોર્મના કારણે પ્લેઈંગ-11માંથી બહાર થઈ ગયેલા મનીષ પાંડેએ આ મેચમાં શાનદાર કમબેક કરી અને 29 બોલમાં 38 રન કર્યા હતા. મનીષ સારી લયમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ મુરુગન અશ્વિનની ઓવરમાં તે ક્લિન બોલ્ડ થઈ ગયો હતો.
રાહુલ અને ક્વિન્ટનની જોડી હિટ
ટોસ હાર્યા પછી લખનઉને કેપ્ટન કેએલ રાહુલ અને ક્વિન્ટન ડિકોકે સારી શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 52 રન જોડ્યા હતા. આ પાર્ટનરશિપ ફેબિયન એલને ડિકોકને આઉટ કરીને તોડી હતી. તે 13 બોલમાં 24 રન કરીને LBW આઉટ થયો હતો.
LSGએ પ્લેઈંગ-11માં ફેરફાર કર્યો છે અને કૃષ્ણપ્પા ગૌથમની જગ્યાએ મનીષ પાંડેને તક આપી છે. તે જ સમયે, MIએ બેસિલ થમ્પીની જગ્યાએ ફેબિયન એલનને તક આપી છે.
બંને ટીમની પ્લેઇંગ-11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.