MIએ 42 રનથી SRHને હરાવ્યું:મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર, ઈશાન(84)-સૂર્યકુમાર(82)ની આક્રમક બેટિંગ; SRHના હોલ્ડરે 4 વિકેટ લીધી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • MIએ ટોપ-4માં પહોંચવા માટે 200+ રન કરી એને 171 રનથી મેચ જીતવી પડશે

પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ શુક્રવારે 2021 સીઝનની છેલ્લી લીગ મેચ હૈદરાબાદ સામે રમાઈ હતી. જેમાં રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 235 રન કર્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 193 રન જ કરી શકી હતી. જેથી મુંબઈએ આ મેચ 42 રનથી જીતી તો લીધી પરંતુ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો......

IPLમાં હવે ગણતરીની મેચ બાકી

  • મુંબઈ ઈન્ડિયન્સ હવે પ્લે-ઓફ રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેને અંતિમ-4 માં પહોંચવા માટે 171 રન કે તેથી વધુથી મેચ જીતવાની જરૂર હતી પરંતુ તે માત્ર 42 રનથી મેચ જીતતા ટોપ-4માં પહોંચી શકી નથી.
  • હવે 10 ઓક્ટોબર રવિવારે IPLની પહેલી ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારેલી ટીમને વધુ એક તક મળશે અને તે ક્વોલિફાયર-2માં એલિમિનેટર(RCB V/S KKR)ની વિજેતા ટીમ સામે મેચ રમશે.
  • 11 ઓક્ટોબર સોમવારે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ક્વોલિફાયર-2 માટે સિલેક્ટ થશે, જેમાં તેનો સામનો ક્વોલિફાયર-1માં(CSK V/S DC) હારેલી ટીમ સામે થશે. આ બંનેમાંથી જે ટીમ જીતશે તે ફાઇનલમાં પ્રવેશ કરશે.
ઈશાન કિશન અને રોહિત શર્મા વચ્ચે 80 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાઈ હતી
ઈશાન કિશન અને રોહિત શર્મા વચ્ચે 80 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાઈ હતી

કરો અથવા મરો મેચમાં ઈશાનની આક્રમક બેટિંગ
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં MIની ટીમે ટોપ-4માં પહોંચવા માટે 200+ રન કરી એને 171 રનથી મેચ જીતવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે આ સમીકરણને ધ્યાનમાં રાખીને મુંબઈના ઓપનિંગ બેટર ઈશાન કિશને 16 બોલમાં અર્ધસદી નોંધાવી ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. તેણે ઈનિંગની બીજી ઓવરમાં બેક ટુ બેક 4 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.

  • ઈશાન કિશને 32 બોલમાં 84 રન કર્યા હતા. જેમાં તેણે 11 ચોગ્ગા અને 4 સિક્સ મારી હતી.
  • સૂર્યકુમાર યાદવે પણ ઈશાનના આઉટ થયા પછી આક્રમક બેટિંગ કરી હતી. તેણે 13 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 40 બોલમાં 82 રન કર્યા હતા.

ગુરુવારે રાજસ્થાન પર કોલકાતાની 86 રનની જંગી જીત બાદ મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ લગભગ સમાપ્ત થઈ ગઈ છે. હૈદરાબાદ પર જીત મેળવવાની સ્થિતિમાં, મુંબઈ પણ 14 પોઈન્ટ પર કોલકાતાની બરાબરી કરશે, પરંતુ બંને ટીમોના નેટ રન રેટમાં તફાવત એટલો મોટો છે કે મુંબઈ માટે તેને પુલ કરવું લગભગ અશક્ય છે. હૈદરાબાદની ટીમ પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર છે. શુક્રવારે બે મેચ રમાવાની છે અને બંને મેચ સાંજે સાડા સાત વાગ્યે એક સાથે શરૂ થશે.

મુંબઈ માટે જીતવું લગભગ અશક્ય
જો મુંબઈ પ્લે-ઓફમાં પહોંચવા માંગે છે, તો તેણે 200થી વધુ રન કર્યા બાદ મેચ 170 રનથી જીતવી પડશે. જો મુંબઈ પાછળથી બેટિંગ કરે તો હૈદરાબાદને ખૂબ જ ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખ્યા બાદ તેમને બહુ ઓછી ઓવરમાં મેચ જીતવી પડશે.

ફેઝ -2માં હારેલી 4 મેચ મોંઘી પડી
મુંબઈની ટીમ આ સિઝનના ફેઝ-2 માં સારું પ્રદર્શન કરી શકી નથી. તેને UAEમાં 6માંથી 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો ટીમે એક મેચ ઓછી ગુમાવી હોત અથવા તેનો નેટ રન રેટ વધુ સારો રાખ્યો હોત તો છેલ્લી મેચ સુધી પ્લેઓફમાં પહોંચવાની તક હોત.

મુંબઈના ઇન્ડિયન્સ હવે વર્લ્ડ કપ માટે પ્રેક્ટિસ કરશે
મુંબઈની ટીમમાં સમાવિષ્ટ તે ખેલાડીઓ જે T20 વર્લ્ડ કપમાં રમવા જઈ રહ્યા છે, તે આ મેચને સારી પ્રેક્ટિસ તરીકે લઈ શકે છે. કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને રાહુલ ચાહર બીજા તબક્કામાં પોતાની છાપ છોડી શક્યા નથી. તે વર્લ્ડ કપ પહેલા પોતાનું પ્રદર્શન સુધારવા ઈચ્છશે. જસપ્રિત બુમરાહે અત્યાર સુધી સારી રમત બતાવી છે. તે જ સમયે, ઇશાન કિશને છેલ્લી મેચમાં સારી ઇનિંગ રમી હતી.

બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11

  • MI - રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, જેમ્સ નીશમ, નેથન કૂલ્ટર નાઈલ, જસપ્રીત બુમરાહ, પીયૂષ ચાવલા, ટ્રેન્ટ બોલ્ટ
  • SRH - જેસન રોય, અભિષેક શર્મા, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, ઋદ્ધિમાન સાહા, જેસન હોલ્ડર, રાશિદ ખાન, મોહમ્મદ નબી, ઉમરાન મલિક, સિદ્ધાર્થ કોલ
અન્ય સમાચારો પણ છે...