IPL 2022ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 રનથી ગુજરાત ટાઈટન્સને હરાવી દીધું છે. GT સામે 178 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 172/5નો સ્કોર જ કરી શકી અને મેચ હારી ગઈ હતી. એક સમયે ગુજરાતનો સ્કોર 16 ઓવરમાં 138/3 હતો અને ટીમને જીત માટે ફેવરિટ માનવામાં આવતી હતી, પરંતુ ત્યારપછી MIના બોલરોએ ટાઇટન્સને કમબેક કરવાની એકપણ તક આપી નહોતી.
વર્તમાન ટૂર્નામેન્ટમાં મુંબઈની 10 મેચોમાં આ માત્ર બીજી જીત છે. તે જ સમયે, GTની 11 મેચોમાં આ ત્રીજી હાર છે. હાર્દિકની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઉટન્સે 8 મેચ જીતી છે.
એક જ ઓવરમાં બંને ઓપનર આઉટ
ગુજરાત ટાઈટન્સે 178 રનના ટાર્ગેટને ચેઝ કરતા શાનદાર શરૂઆત કરી હતી. આ દરમિયાન સાહા અને શુભમન ગિલ વચ્ચે 106 રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે ત્યારપછી મુરુગન અશ્વિનની એક જ ઓવરમાં ટીમના બંને ઓપનર પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન સાહાએ 55 રન તથા ગિલે 52 રન કર્યા હતા.
રાશિદે 2 વિકેટ લીધી હતી
ગુજરાત ટાઇટન્સના વાઇસ કેપ્ટન રાશિદ ખાને શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 2 વિકેટ લીધી હતી. તેણે રોહિત શર્મા (43) અને કિરોન પોલાર્ડ (4)ને આઉટ કરી ગુજરાતને ગેમમાં કમબેક કરાવ્યું હતું.
રોહિત અને ઈશાનની જોડી ફોર્મમાં પરત ફરી
ડેવિડ મિલરની 100 મી મેચઃ ગુજરાત ટાઇટન્સના મિડલ ઓર્ડર બેટર ડેવિડ મિલરની આ 100મી IPL મેચ છે. આ રેકોર્ડ બનાવનારો એબી ડી વિલિયર્સ (184) અને ફાફ ડુ પ્લેસિસ (111) પછી તે માત્ર ત્રીજો દક્ષિણ આફ્રિકાનો ખેલાડી બની ગયો છે.
બંને ટીમોની પ્લેઈંગ-11
GT: રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, પ્રદીપ સાંગવાન, લોકી ફર્ગ્યુસન, અલ્ઝારી જોસેફ, મોહમ્મદ શમી.
MI: રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, કુમાર કાર્તિકેય, જસપ્રિત બુમરાહ, રિલે મેરેડિથ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.