મુંબઈની હારનો દોષી ઈશાન:ઓક્શનમાં 15.25 કરોડમાં MIએ ટીમમાં સામેલ કર્યો, હવે મેચમાં એક-એક રન બનાવવા વલખા મારે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં સતત 8 મેચ હારી છે અને પ્લે ઓફમાં પહોંચવાની તમામ આશાઓ પર પાણી ફરી ગયુ છે. રવિવારે લખનઉ સામે ટીમનો 36 રને હારનો સામનો કરવો પડ્યો. ફરી એકવાર MI ટીમનો ઓપનર ઈશાન કિશન સંપૂર્ણ ફ્લોપ રહ્યો. મેચમાં તેણે માત્ર 40ના સ્ટ્રાઈક રેટથી 20 બોલમાં 8 જ રન બનાવ્યા હતાં.

15 કરોડ 25 લાખમાં મુંબઈની ટીમે ખરીદ્યો હતો

IPL 2022ની હરાજીમાં મુંબઈની ફ્રેન્ચાઈઝીએ મોટો દાવ રમ્યો હતો અને ઈશાનને 15.25 કરોડ ચૂકવીને ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ છેલ્લી પાંચ ઈનિંગ્સમાં તેણે માત્ર 50 રન જ બનાવ્યા છે. જ્યારે પણ ટીમને ઈશાનની મોટી ઇનિંગ્સની જરૂર હોય છે ત્યારે તે પોતાની વિકેટ ગુમાવે છે. મુંબઈની સતત હાર માટે ઈશાન કિશનનું ખરાબ ફોર્મ પણ જવાબદાર છે.

લખનઉ સામેની મેચમાં મુંબઈને જીતવા માટે 169 રન બનાવવાના હતા. એક તરફ રોહિત શર્મા ઉતાવળમાં રન બનાવી રહ્યો હતો. તે જ સમયે ઈશાન ટુક-ટુક રમી રહ્યો હતો. તે મોટા શોટ મારવાની કોશિશ પણ કરી રહ્યો ન હતો. આવી સ્થિતિમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલે પોતાના શ્રેષ્ઠ બોલર રવિ બિશ્નોઈને 8મી ઓવર આપી. બિશ્નોઈએ ઓફ-સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો, ઈશાન આ બોલ પર કટ શોટ મારવા માંગતો હતો.

તેના બેટની નીચેની કિનારી લીધા બાદ બોલ વિકેટકીપર ક્વિટન ડી કોકના જૂતા સાથે અથડાયો અને તે પછી સ્લિપમાં ઉભેલા જેસન હોલ્ડરે એક સરળ કેચ લીધો. એવું નથી કે IPL 2022ની શરૂઆતથી જ ઈશાન ખરાબ ફોર્મમાં છે. પ્રથમ બે મેચમાં આ તેણે 81 અને 54 રન બનાવ્યા હતા.

ઈશાન અને રોહિત શર્માના આઉટ થયા બાદ તિલક સિવાય કોઈ બેટર રન ના બનાવી શક્યો
ઈશાન અને રોહિત શર્માના આઉટ થયા બાદ તિલક સિવાય કોઈ બેટર રન ના બનાવી શક્યો

રોહિતના આઉટ થયા બાદ બધા બેટર ફ્લોપ
ઈશાનના આઉટ થયા પછી રોહિત શર્મા પણ દબાણમાં આવી ગયો અને તે પણ 31 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો. આ બંનેના આઉટ થયા બાદ તિલક વર્મા સિવાય મુંબઈનો કોઈ બેટ્સમેન ટીમ માટે સારી બેટિંગ કરી શક્યો નહોતો. પોલાર્ડે પણ ફરી એકવાર નિરાશ કર્યા. તે પણ 20 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...