તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે MI vs RCB સાથે IPLનો શુભારંભ:MI 2013થી પ્રથમ મેચમાં હારી છે, પરંતુ ત્યારથી 5 વખત ટાઇટલ પણ જીત્યાં; 3 વખત RCB ઓપનિંગ મેચમાં ફ્લોપ

10 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • રોહિતની કેપ્ટનશિપમાં ટ્રોફીની હેટ્રિક કરવા માટે આજે મુંબઈની ટીમ ચેન્નઈના મેદાનમાં ઊતરશે
  • વિરાટ કોહલી પાસે આ સીઝનમાં IPL કારકિર્દીના 6 હજાર રન પૂરા કરવાની તક

IPLની 14મી સીઝનનો આજથી આરંભ થવા જઈ રહ્યો છે, જેમાં પ્રથમ મેચ આજે 9 એપ્રિલના રોજ શુક્રવારે રમાવા જઈ રહી છે. આ મેચ ગત સીઝનના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે સાંજે 7.30 વાગ્યે ચેન્નઈમાં રમાશે. બન્ને ટીમે પ્રથમ વખત એકબીજા વિરુદ્ધ IPLની ઓપનિંગ મેચ રમશે. મુંબઈની કમાન રોહિત શર્માના હાથમાં છે અને RCBની કમાન વિરાટ કોહલીના હાથમાં છે.

RCBએ અત્યારસુધી 3 ઓપનિંગ મેચ રમી છે અને તેને દરેકમાં હારનો સામનો કરવો પડ્યો છે. RCBએ 2009, 2011 અને 2016માં ફાઈનલની અંદર પણ પ્રવેશ કર્યો હતો, પરંતુ ખિતાબ જીતવા માટે તેનો પન્નો ટૂંકો પડ્યો હતો. ગત સીઝનમાં આ ટીમ એલિમિનેટરમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. આ વખતે કોહલી એન્ડ કંપની પાસે પ્રથમ ટ્રોફી જીતવાની તક રહેલી છે.

ગત સીઝનમાં કોહલીએ 15 મેચમાં 466 રન બનાવ્યા હતા. તે RCBનો સેકન્ડ બેસ્ટ સ્કોરર રહ્યો હતો. એ સીઝનમાં ટીમ માટે સૌથી વધુ રન યુવા બેટ્સમેન દેવદત્ત પડ્ડિકલે બનાવ્યા હતા. તેણે 15 મેચમાં સૌથી વધુ 473 રન ફટકાર્યા હતા.

RCB ટીમનું SWOT એનાલિસિસઃ મેક્સવેલ અને અઝહરુદ્દીનના આગમનથી મધ્યક્રમ મજબૂત બન્યો, ડેથ ઓવરની બોલિંગ હજુ નબળી

રોહિતની કેપ્ટનશિપમાં ટ્રોફીની હેટ્રિક કરવાનાં એંધાણ
મુંબઈની ટીમ 13માંથી માત્ર 4 વખત કોઈપણ સીઝનની પહેલી મેચ જીતી શકી છે. 2013 પછી MI એકપણ પહેલી મેચ જીત્યું નથી. જોકે જ્યારથી તેઓ પ્રથમ મેચમાં હારનો સામનો કરી રહ્યા છે ત્યારથી સીઝનની ફાઈનલમાં ટ્રોફીઓ પણ પોતાને નામ કરતા આવ્યા છે. 2013માં પ્રથમ વખત મુંબઈ ટ્રોફી જીત્યું હતું. ત્યાર પછી રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ અત્યારસુધી 5 વાર ચેમ્પિયન બની ચૂક્યું છે.

મુંબઈ સતત 2 સીઝનથી ચેમ્પિયન બનતું આવ્યું છે. રોહિતની કેપ્ટનશિપમાં MI આ સીઝનમાં હેટ્રિક લગાવવા માટે ઊતરે એવી તૈયારીએ મુંબઈની ટીમ કરી રહી છે. ગત સીઝનમાં પ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશ કરી રહેલી દિલ્હી કેપિટલ્સને હરાવીને મુંબઈએ ટ્રોફી જીતી હતી.

હેડ-ટુ-હેડ
IPLમાં મુંબઈ અને બેંગલોર વચ્ચે તુલના કરીએ તો MIનું પલડું ભારે જણાઈ રહ્યું છે. બન્ને વચ્ચે અત્યારસુધી 27 મેચ રમાઈ છે, જેમાંથી MIએ 17 અને RCBએ 10 મેચ જીતી છે. બેંગલોર વિરુદ્ધ છેલ્લી 10 મેચમાં મુંબઈનું પલડું ભારે રહ્યું છે. તો આ દરમિયાન 8 વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ગત સીઝનમાં બન્ને ટીમો વચ્ચે 2 મેચ રમાઈ હતી, જેમાંથી બન્નેએ 1-1 મેચ જીતી હતી. એક મેચ સુપર ઓવર સુધી જતાં ઘણી રોમાંચક પણ રહી હતી, જેમાં RCBએ જીત મેળવી હતી.

પિચ એન્ડ વેધર રિપોર્ટ
ચેન્નઈમાં વાતાવરણ સાફ રહેશે. તાપમાન 26થી 33 ડીગ્રી સેલ્સિયસ રહેશે. પિચની વાત કરીએ તો આમાં સ્પિનર્સને સહાયતા મળવાની વધુ તક રહેલી છે. 2019માં ચેન્નઈની પિચ પર 8 મેચ યોજાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ અને બોલિંગ કરનારી ટીમે બરાબરીમાં મેચ જીતી હતી. એ સમયે 3 વખત 170થી વધુનો સ્કોર બન્યો હતો.

મુંબઈનો IPLમાં સક્સેસ રેટ બેંગલોરથી વધારે
મુંબઈએ અત્યારસુધી લીગમાં 203 મેચ રમી છે, જેમાંથી 120 જીતી અને 83માં હારનો સામનો કરવો પડ્યો છે. RCBએ અત્યારસુધી 196 મેચ રમી છે, જેમાંથી 91 જીતી અને 101માં હારનો સામનો કર્યો છે. 4 મેચમાં નિર્ણય નહોતો આવ્યો. મુંબઈનો સક્સેસ રેટ 59.11% અને RCBનો 47.13% છે.

કોહલી પાસે 6 હજાર રન બનાવવાનો અવસર
કોહલી IPLનો પ્રથમ ખેલાડી છે, જેણે 5 હજાર રનનો પડાવ પાર કર્યો છે. એ અત્યારે 192 મેચમાં 5878 રન સાથે ટોપ સ્કોરર છે. કોહલી પાસે 2021ની સીઝનમાં 6 હજાર રનનો પડાવ પાર કરવાની તક રહેલી છે. અગર તેણે આમ કરી દીધું તો તે IPLનો પ્રથમ ખેલાડી બનશે, જેને આ પડાવ પાર કર્યો હોય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો