તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPL 2021:કદાચ પ્રવાસને કારણે બાયો-બબલમાં વાઈરસ આવ્યો : સૌરવ ગાંગુલી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BCCIનો પ્રયાસ છે કે ટી20 વર્લ્ડ કપ પહેલા આઈપીએલ સમાપ્ત થાય

આઈપીએલ 2021 અચોક્કસ મુદ્દત માટે સ્થગિત થઈ ચુકી છે. બાયો-બબલમાં કોરોનાના કેસ મળ્યા પછી બીસીસીઆઈએ આ નિર્ણય લીધો હતો. જોકે, બાયો-બબલમાં કોરોના કેવી રીતે પહોંચ્યો તેના અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

તેમણે કહ્યું કે, ‘અમને જે રિપોર્ટ મળ્યો છે, તેના અનુસાર બાયો-બબલનું કોઈ ઉલ્લંઘન થયું નથી. પ્રવાસ કરાવવો કદાચ વાઈરસના બાયો-બબલમાં પ્રવેશનું એક કારણ હોઈ શેક છે. પૂરી તપાસ પછી જ સાચું કારણ જાણી શકાશે. ગયા વર્ષે યુએઈમાં આયોજન દરમિયાન ત્રણેય વેન્યુમાં દરેક બાબત પર પ્રતિબંધ હતો અને અમે હવાઈ મુસાફરી પણ કરતા ન હતી.’

ગાંગુલી ભારતમાં આઈપીએલ કરાવવાના નિર્ણયને સાચો માને છે. તેણે કહ્યું, ‘ભારતમાં આઈપીએલ કરાવવાના નિર્ણય સમયે કોરોનાના કેસ ઘણા ઓછા હતી. આ સિઝનમાં અમારી પાસે છ અલગ-અલગ વેન્યુ હતા. અમે મુંબઈથી શરૂઆત કરી અને એક પણ સંક્રમણના કેસ વઘર મેચ સમાપ્ત થઈ, જ્યારે કે મુંબઈમાં કોરોનાના ઘણા કેસ હતા.’ આઈપીએલની 14મી સિઝનમાં 29 મેચ રમાઈ છે, 31 બાકી છે.

બધા બોર્ડ સાથે ચર્ચા કરી IPL માટે વિન્ડો કાઢવાનો પ્રયાસ કરીશું
તેમણે કહ્યું કે, આઈપીએલને યુએઈમાં ચર્ચા કરાવવા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ ફેબ્રુઆરી સુધી કોરોનાના કેસ ઓછા હતા અને ઈંગ્લેન્ડના પ્રવાસનું પણ સફળ આયોજન થયું હતું. છેલ્લા કેટલાક સપ્તાહમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે. ટૂર્નામેન્ટની બાકી મેચો અંગે ગાંગુલીએ કહ્યું કે, તેઓ તમામ બોર્ડ સાથે વાત કરીને ટી20 વર્લ્ડ કપ પહેલા આઈપીએલ માટે વિન્ડો શોધવાનો પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...