દુનિયાના સૌથી સફળ ટેસ્ટ બોલર મુથૈયા મુરલીધરન ગુજરાત વિરુદ્ધ સનરાઈઝર્સને મળેલી હાર બાદ ખૂબ જ ગુસ્સે જોવા મળ્યા હતા. છેલ્લી ઓવરમાં બોલિંગ કરી રહેલા માર્કો જેન્સન પાસે ડિફેન્ડ કરવા માટે 22 રન હતા છતાં તે નિષ્ફળ નીવડ્યો હતો. તેની આવી સામાન્ય બોલિંગ જોઈને મુરલીધરન ખૂબ જ ગુસ્સે થયા હતા અને પોતાની સીટ પર ઊભા થઈને બોલરને કંઈક બોલવા લાગ્યા.
સનરાઈઝર્સ હૈદરાબાદની બોલિંગ કોચિંગ સંભાળી રહ્યા છે મુરલી
શરૂઆતની 2 મેચ હાર્યા બાદ સતત પાંચ મેચ જીતી ચૂકેલી સનરાઈઝર્સનો વિજય રથ ગુજરાતે રોક્યો. ગુજરાતના ટોપ ઓર્ડરની વિકેટ ઝડપી મળ્યા બાદ પણ હૈદરાબાદે હારનો સામનો કરવો પડ્યો.
મુરલીધરનની વાત કરીએ તો તેઓ હાલ હૈદરાબાદના બોલિંગ કોચ છે. સ્પિનર રાશિદ ખાનને પોતાના મહત્ત્વપૂર્ણ બોલર વિરુદ્ધ છગ્ગા ફટકારતાં જોઈ મુથૈયા પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યા.
જેન્સને આ મેચ અગાઉ ટીમને જીત અપાવી હતી
જેન્સેન હૈદરાબાદ માટે અત્યારસુધી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બોલર સાબિત થયો છે. રોયલ ચેલેન્જર્સ સામે રમાયેલી મેચમાં તેણે વિરાટ કોહલી જેવા બેટ્સમેનને ગોલ્ડન ડકે આઉટ કર્યો હતો.
6 ફૂટ ઊંચા જેન્સેનની સિમ, સ્વિંગ અને પેસ તેને બાકીના બોલરોથી અલગ પાડે છે. એટલા માટે વિલિયમ્સને તેના પર વિશ્વાસ કર્યો, પરંતુ આ વખતે જેન્સન કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટના વિશ્વાસ પર ખરા ઊતરવામાં નિષ્ફળ ગયો.
ફેન્સને યાદ આવ્યો દ્રવિડ
મુરલીધરને પોતાનું કૂલ ગુમાવ્યું તો પ્રશંસકોએ વધુ એક આવા ઉદાહરણની યાદ અપાવી દીધી, જ્યારે ક્રિકેટના બીજા દિગ્ગજે પોતાનું કૂલ ગુમાવ્યું. અને તે દિગ્ગજ બોલર છે. રાહુલ દ્રવિડ, જેઓ શાંત સ્વભાવના છે, પરંતુ ક્રિકેટની કેટલીક ક્ષણોમાં તેમનો પણ ગુસ્સો લોકોને જોવા મળ્યો છે.
આ મેચ IPL 2014માં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. RRના મેન્ટર દ્રવિડ પરિણામથી ગુસ્સે થયા હતા અને ગુસ્સામાં તેમની ટોપી ફેંકી દીધી હતી. એ મેચમાં જેમ્સ ફોકનરની બોલિંગે દ્રવિડનો ગુસ્સો ભડકાવ્યો હતો. આઠ વર્ષ પછી, જેમ મુરલીધરને ડગ-આઉટમાં પોતાનો ગુસ્સો કાઢ્યો, ચાહકોને રાહુલની યાદ આવી.
છેલ્લી ઓવરનો રોમાંચ
આ ઓવરમાં ગુજરાતને જીતવા માટે 22 રનની જરૂર હતી. એવામાં વિલિયમ્સને માર્કો યેન્સનને બોલિંગ કરવાની જવાબદારી સોંપી હતી તો બીજી બાજુ, રાહુલ તેવટિયા સ્ટ્રાઈક પર હતો.
19.1- (6 રન)રાહુલ તેવટિયાએ મિડવિકેટ ઉપરથી સિક્સ ફટકારી 19.2- (1 રન) તેવટિયાએ ફાઈન લેગ પર સિંગલ લીધો 19.3- (6 રન) રાશિદ ખાને સિક્સર ફટકારી 19.4 - (0 રન) એકપણ રન ન થયો 19.5- (6 રન) રાશિદ ખાને એક્સ્ટ્રા કવર પરથી સિક્સ ફટકારી 19.6- (6 રન) રાશિદે ખાને પુલ શોટ રમી સિક્સ ફટકારી. આની સાથે જ ગુજરાતે રોમાંચક મેચ જીતી લીધી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.