તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLમાં બોલિંગના 10 મોટા રેકોર્ડ:મલિંગા ટોપ વિકેટ ટેકર, પરંતુ રાશિદ સૌથી ઈકોનોમિકલ, હરભજને સૌથી વધુ ડોટ બોલ નાખ્યા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રનના વરસાદ માટે ફેમસ છે. તેમાં બેટ્સમેનને રોકી રાખવા બોલર્સ માટે એક પડકાર હોય છે. લસિથ મલિંગા, રાશિદ ખાન, હરભજન સિંહ જેવા મોટા બોલર્સ આવું કરવામાં ઘણી હદ સુધી સફળ રહ્યા છે. શ્રીલંકાનો ફાસ્ટ બોલર મલિંગા IPLની ગઈ સીઝનમાં નહોતો રમ્યો, તેમ છતાં 170 વિકેટ સાથે ટોપ વિકેટટેકર છે.

જોકે, સૌથી ઓછા રન આપવાના મામલે અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન નંબર-1 છે. તેનો ઈકોનોમી રેટ 6.24નો રહ્યો છે. ડોટ બોલના મામલે હરભજનની આસપાસ પણ કોઈ નથી. ભજ્જીએ અત્યાર સુધી લીગમાં કુલ 562 ઓવર નાખી, તેમાં 1249 ડોટ બોલ ફેંક્યા, એટલે કે આટલા બોલમાં એકપણ રન ન આપ્યો.

ગ્રાફિક્સ દ્વારા જાણો રેકોર્ડ
અમે IPLની 14મી સીઝનના એક અઠવાડિયા પહેલાં ગ્રાફિક્સ દ્વારા બોલિંગ રેકોર્ડ્સ જણાવી રહ્યા છીએ. તેમાં સૌથી વધુ વિકેટ, હેટ્રિક, ઈકોનોમી રેટ, ઇનિંગ્સમાં શ્રેષ્ઠ બોલિંગ, સ્ટ્રાઇક રેટ, એક સીઝનમાં સર્વાધિક વિકેટ, બેસ્ટ પ્રદર્શન, સૌથી વધુ ડોટ બોલ અને મેડન ઓવર જેવા રેકોર્ડ સામેલ છે.

અમિત 3 અને યુવી 2 વાર હેટ્રિક લઈ ચૂક્યો છે
IPLમાં અત્યાર સુધીમાં 16 ખેલાડીઓએ હેટ્રિક લીધી છે. ભારતીય સ્પિનર અમિત મિશ્રાએ સૌથી વધુ 3 વાર હેટ્રિક લીધી છે. આ મામલે ઓલરાઉન્ડર યુવરાજ સિંહ 2 હેટ્રિક સાથે બીજા સ્થાને છે. તેના સિવાય સૂચિમાં સામેલ અન્ય બોલર્સે 1 વાર જ હેટ્રિક લીધી છે.

બાલાજીએ લીધી હતી લીગની પ્રથમ હેટ્રિક
ટૂર્નામેન્ટની પ્રથમ હેટ્રિક 10 મે 2008ના રોજ CSKના ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજીએ લીધી હતી. આ સિદ્ધિ તેણે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ ચેન્નઈ ખાતે મેળવી હતી. જ્યારે છેલ્લી હેટ્રિક રાજસ્થાન રોયલ્સના શ્રેયસ ગોપાલે 30 એપ્રિલ 2019એ RCB વિરુદ્ધ બેંગલુરુમાં લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો