મુંબઈની પાંચમી હાર માટે પોલાર્ડ જવાબદાર:11 બોલમાં 10 રન બનાવી અજીબોગરીબ રીતે આઉટ થયો, મેચમાં બોલિંગ પણ ન કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

IPL 2022ની 23મી મેચ પંજાબ અને મુંબઈ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈનો 12 રને પરાજય થયો હતો. મુંબઈ સામે 199 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં મુંબઈની ટીમ 9 વિકટના નુકસાને 186 રન બનાવી શકી હતી. અંતિમ ઓવરમાં સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી હતી, પરંતુ ટીમ જીતી શકી ન હતી.

મુંબઈની હાર પાછળ કિરોન પોલાર્ડને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. ટીમને સૌથી વધારે જરૂર હતી ત્યારે પોલાર્ડ 11 બોલમાં 10 રન બનાવી આઉટ થયો હતો.

પોલાર્ડ આ સીઝનમાં એકપણ ફિફ્ટી ફટકારી શક્યો નથી.
પોલાર્ડ આ સીઝનમાં એકપણ ફિફ્ટી ફટકારી શક્યો નથી.

હા ના.... હા ના કરતાં કરતાં આઉટ થઈ ગયો
પોલાર્ડ આઉટ પણ અજીબોગરીબ રીતે થયો હતો. 17મી ઓવર વૈભવ અરોડા ફેંકી રહ્યો હતો. પોલાર્ડે લોંગ ઓન પર શોટ ફટકાર્યો હતો. પોલાર્ડ પ્રથમ રન ધીમે દોડ્યો. બીજો રન લેવામાં બન્ને બેટ્સમેન વચ્ચે યોગ્ય તાલમેલ જોવા મળ્યું નહીં. ઓડિયન સ્મિથે તેનો ફાયદો ઉઠાવ્યો હતો અને થ્રો સીધો વિકેટકીપર પાસે ફેંક્યો અને પોલાર્ડ રન આઉટ થઈ ગયો હતો.

ઈરફાન-હરભજન પણ ભડક્યા
મેચ દરમિયાન કોમેન્ટરી કરી રહેલા ઈરફાન પઠાણ અને હરભજન સિંહ પણ કિરોન પોલાર્ડના આ એપ્રોચથી ભડક્યા હતા. જ્યારે ટીમ 199 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહી હોય અને અંતિમ ઓવર ચાલી રહી હોય ત્યારે તમારી પાસેથી આ અપેક્ષા ન હોય. અનુભવી ખેલાડી હોવા છતાં આવી ભૂલ કરવી યોગ્ય નથી.

પોલાર્ડનો એપ્રોચ જોઈ કોમેન્ટેટર પણ ભડક્યા.
પોલાર્ડનો એપ્રોચ જોઈ કોમેન્ટેટર પણ ભડક્યા.

મેચમાં બોલિંગ પણ ન કરી
મેચમાં પોલાર્ડે એકપણ ઓવર ફેંકી ન હતી. મુંબઈની ટીમ પોલાર્ડને ઓલરાઉન્ડર ગણે છે. મુંબઈ સતત પાંચ મેચ હાર્યું છે, એમાં એક કારણ પોલાર્ડનું ખરાબ ફોર્મ પણ માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...