• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Mahi Will Also Officially Manage The Team Off The Ground, With Moin And Rituraj As The First Choice For The New Captain.

ધોની બનશે CSKનો CEO:સત્તાવાર રીતે ગ્રાઉન્ડની બહાર પણ માહી ટીમ મેનેજ કરશે, નવા કેપ્ટન માટે મોઈન અને ઋતુરાજ પહેલી પસંદ

2 મહિનો પહેલાલેખક: રાજકિશોર
  • કૉપી લિંક

IPLની 15મી સિઝનમાં CSK પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. ટીમને લીગમાં હજુ બે મેચ રમવાની છે, પરંતુ આગામી સિઝનમાં ધોનીની ભૂમિકાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેવામાં ધોનીને નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. હવે માહીને મેનેજમેન્ટનો ભાગ બનાવી શકાય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધોની CSKનો CEO અથવા અન્ય કોઈ પદ પર કામ કરી શકે છે. ધોની અત્યારે CSKની પ્રમોટર કંપની ઈન્ડિયા સિમેન્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ છે. મેનેજમેન્ટ ઈચ્છે છે કે તે આ સ્તર પર જ ટીમ સાથે જોડાયેલો રહે. તેઓને આ અંગે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. જો ધોની ઈચ્છે તો આગામી સિઝનમાં રમતી વખતે તે CSKની કેપ્ટનશિપ કરી શકે છે અથવા મેનેજમેન્ટનો ભાગ બનીને ટીમને તૈયાર કરી શકે છે. આગામી કેપ્ટન પણ ધોની નક્કી કરશે. તેમને કોચ અને અન્ય અધિકારીઓની નિમણૂક કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા રહેશે.

જો માહી મેનેજમેન્ટનો ભાગ બનવા માટે સંમત થાય છે, તો આગામી સિઝન પહેલા ટ્રેડિંગ કર્યા પછી જ નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે.

નવા કેપ્ટનની જાહેરાત કરવાની કોઈ ઉતાવળ નથી
CSK મેનેજમેન્ટ નવા કેપ્ટનની પસંદગીમાં ઉતાવળ કરવા માગતું નથી. IPL-15 શરૂ થવાના બે દિવસ પહેલા ધોનીએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો હતો. જોકે આઠ મેચ બાદ જાડેજાએ ફરીથી કેપ્ટનશિપ ધોનીને સોંપી દીધી હતી. જાડેજાની કેપ્ટનશિપમાં ટીમ 8 મેચમાંથી માત્ર બે મેચ જીતી શકી હતી. કેપ્ટન તરીકે કમાન સંભાળ્યા પછી ધોનીએ CSKને 4 માંથી 2 મેચમાં જીત અપાવી હતી.

કેપ્ટન માટે મોઈન અલી પ્રબળ દાવેદાર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે મોઈન અલી ચેન્નઈની કેપ્ટનશિપ માટે પ્રબળ દાવેદાર છે. તે હવે 34 વર્ષનો છે અને 2-3 વર્ષ સુધી IPLમાં રમી શકે છે. વળી ધોની પણ ટીમની કમાન ઓલરાઉન્ડરને આપવાના પક્ષમાં છે. આ કારણે મોઈનના કેપ્ટન બનવાની શક્યતાઓ વધી ગઈ છે. મોઈન અલીએ IPLમાં અત્યાર સુધી 42 મેચ રમી છે જેમાં તેણે 21.51ની એવરેજથી 796 રન કર્યા છે અને 22 વિકેટ પણ લીધી છે.

તે જ સમયે, આઈપીએલની 15મી સિઝનની 8 મેચમાં તેણે 16.25ની એવરેજથી 130 રન કર્યા છે અને 6 વિકેટ પણ લીધી છે. તે જ સમયે, તેણે 2021માં ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી ધ હન્ડ્રેડ લીગમાં તેની કેપ્ટનશિપ હેઠળ બર્મિંગહામ ફોનિક્સને ફાઇનલમાં પહોંચાડ્યું હતું.

ઋતુરાજને વાઈસ કેપ્ટન બનાવી શકાય છે

આની સાથે જ ઋતુરાજ ગાયકવાડ પણ CSKની કેપ્ટનશિપની રેસમાં છે, પરંતુ કેપ્ટનશિપનો ઓછો અનુભવ હોવાના કારણે તે વાઈલ કેપ્ટન બની શકે છે. ગાયકવાડને વાઈસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે જેથી તેઓ અનુભવ મેળવી શકે. ગાયકવાડ અત્યારે 25 વર્ષનો છે. તેની પાસે કેપ્ટનશિપનો વધુ અનુભવ નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેણે અમુક જ મેચોમાં કેપ્ટનશિપ કરી છે. અત્યાર સુધી રમાયેલી 34 મેચોમાં ઋતુરાજે 38.40ની એવરેજથી 1152 રન કર્યા છે. વળી આ સિઝનમાં તેણે 12 મેચમાં 26.08ની એવરેજથી 313 રન કર્યા છે.

CSK પ્લે-ઓફમાંથી બહાર
4 વખતની ચેમ્પિયન ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તે પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે છે. લીગમાં રમાયેલી 13 મેચોમાં 4માં જીત અને 9માં હાર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...