તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • "Mahi Told Me To Throw Slow Bouncers And Cutters, I Got A Lot Of Benefits From This," Said Natarajan, An Indian Yorker Specialist.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોનીની સલાહથી સફળ થયો નટ્ટુ:ભારતના યોર્કર સ્પેશિયાલિસ્ટ નટરાજને કહ્યું- માહીએ સ્લો બાઉન્સર અને કટર્સ ફેંકવા કહ્યું, આનાથી મને ઘણો ફાયદો થયો

ચેન્નઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટી. નટરાજનને સલાહ આપતો મહેન્દ્રસિંહ ધોની. - Divya Bhaskar
ટી. નટરાજનને સલાહ આપતો મહેન્દ્રસિંહ ધોની.

ભારતના ડાબોડી ફાસ્ટ બોલર ટી. નટરાજને IPLમાં પોતાની સફળતાનું શ્રેય ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આપ્યું છે. તેણે કહ્યું કે, ગઈ સીઝનમાં ધોનીએ મને સ્લો બાઉન્સર અને કટર્સ ફેંકવા કહ્યું હતું. મેં IPL અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આમ કર્યું અને સફળ થયો.

નટરાજનની બોલિંગમાં આઉટ થયો હતો ધોની
સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમનાર 30 વર્ષીય નટરાજને ઇએસપીએન ક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ધોની જેવા દિગ્ગજ ખેલાડી સાથે વાત કરવી મોટી વાત છે. ગ્રૂપ સ્ટેજમાં સીએસકે સામેની મેચમાં મેં ધોનીને યોર્કર લેન્થ પર બોલ નાખ્યો હતો અને માહીએ 102 મીટર લાંબી સિક્સ મારી હતી. તે પછીના બોલે મેં તેમને આઉટ કર્યા હતા. મેં વિકેટ સેલિબ્રેટ નહોતી કરી કારણકે હું ગયા બોલ વિશે વિચારી રહ્યો હતો.

ધોનીએ નટરાજને વિવિધતા લાવવા કહ્યું
નટરાજને કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં પાછા આવ્યા પછી હું ખુશ હતો. મેં તેમની સાથે વાત પણ કરી. તેમણે મારી ફિટનેસ વિશે પૂછ્યું અને મને પ્રોત્સાહન આપ્યું. ધોનીએ કહ્યું કે તમે અનુભવથી સારા થશો. તેમણે મને બોલિંગમાં વિવિધતા લાવવા કહ્યું. મેં આ સલાહનો ઉપયોગ પણ કર્યો છે.

નટરાજને આઈપીએલ 2020માં સર્વોચ્ચ યોર્કર ફેંક્યા હતા
આઈપીએલની 13મી સીઝનમાં નટરાજન સૌથી વધુ યોર્કર ફેંકનાર બોલર હતો. તેણે ટૂર્નામેન્ટમાં કુલ 71 યોર્કર્સ ફેંક્યા હતા. ઉપરાંત ધોની અને એબી ડી વિલિયર્સ સહિત કેટલીક મોટી વિકેટ પણ લીધી હતી. નટરાજને ગત સીઝનમાં 16 મેચોમાં 8ની ઈકોનોમીથી 16 વિકેટ લીધી હતી.

નટરાજને ડિવિલિયર્સને ક્લીન બોલ્ડ કર્યો હતો
એલિમિનેટર મેચમાં નટરાજનની બોલિંગ એબી ડિવિલિયર્સ બોલ્ડ થયો હતો. તેણે કહ્યું - હું તે દિવસે પિતા બન્યો અને પછી ડી વિલિયર્સની વિકેટ મળી. હું ખૂબ ખુશ હતો, પરંતુ કોઈને કહ્યું નહીં. મેં વિચાર્યું કે જીત પછી હું તેના વિશે દરેકને કહીશ, પરંતુ વોર્નરે પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશનમાં તેનો ઉલ્લેખ કર્યો.

એસઆરએચની ટીમ પ્રથમ મેચ કોલકાતા સામે રમશે
સનરાઇઝર્સ હૈદરાબાદ રવિવાર, 11 એપ્રિલના રોજ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે પ્રથમ લીગ મેચ રમશે. બંને ટીમો હાલમાં ચેન્નઈમાં પ્રેક્ટિસ કરી રહી છે. હૈદરાબાદ અને કોલકાતા બંને ટીમો 2-2 વખત ચેમ્પિયન બની છે. હૈદરાબાદએ 2009 અને 2016માં આઈપીએલ ટ્રોફી જીતી હતી, જ્યારે 2012 અને 2014માં કોલકાતાએ કપ ઉપાડ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો