ભાસ્કર ઈન્ટરવ્યૂ-આવેશ ખાન:માહી ભાઈની વિકેટ હંમેશા ખાસ રહેશે, હાર્દિકને ફેંકેલો યોર્કર સિઝનનો મારો બેસ્ટ બોલ

ચંડીગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL-2021માં જે ખેલાડીઓએ સૌથી વધુ પ્રભાવિત કર્યા છે તેમાં દિલ્હીના આવેશ ખાનનું નામ પણ છે. તેણે 15 મેચમાં 23 વિકેટ લીધી છે. આ વિકેટમાં તેના માટે સૌથી ખાસ એમ.એસ. ધોનીની વિકેટ છે, જ્યારે હાર્દિક પંડ્યાને ફેંકેલા યોર્કરને પોતાની સિઝનનો બેસ્ટ બોલ માને છે. આવેશ સાથેની વાતચીતના અંશ...

  • તને સિઝનની શોધમાંથી એક મનાય છે. આ કેટલું ખાસ છે?

મને આ સિઝનમાં ઘણો આત્મવિશ્વાસ મળ્યો છે, કેમકે પ્રથમ મેચથી જ મને રમવાની તક મળી. મેં દરેક તકનો ફાયદો ઉઠાવ્યો છે. એક ખેલાડી તરીકે ટીમમાં મુખ્ય આધાર બનવાથી આત્મવિશ્વાસ મજબૂત થાય છે.

  • ધોનીની વિકેટ સિવાય બીજી કોની વિકેટ ખાસ રહી?

મારા માટે હંમેશા માહી ભાઈની વિકેટ લેવી સ્વપ્ન હતું અને મેં આ સિઝનમાં તેમની વિકેટ લીધી છે. મને લાગે છે કે, હાર્દિક પંડ્યાની વિકેટ માટે મેં જે યોર્કર ફેંક્યો તે આ આઈપીએલનો મારો સર્વશ્રેષ્ઠ બોલ હતો.

  • ટીમમાં સૌથી વધુ મોટિવેશન કોણ આપે છે?

કેપ્ટન રિષભે મારા પર વિશ્વાસ મૂક્યો અને સિઝનની પ્રથમ મેચમાં જ તક આપી. તે સ્ટમ્પ્સની પાછળથી બોલિંગ કેવી રીતે કરવી તે જણાવે છે. રિકિ પોન્ટિંગ બધાની સાથે સરખો વ્યવહાર કરે છે. રિકી સર હંમેશાં સકારાત્મક રહે છે અને કહે છે કે જો પ્લાનિંગ સારું હશે અને તેના પર અમલ કરશો તો પરિણામ જરૂર મળશે. કેપ્ટન અને કોચનું સમર્થન ખાસ હોય છે.

  • લીગથી પહેલા તેં વજન ઘટાડ્યું છે, ખુદને કેવી રીતે ફિટ બનાવ્યો?

મેં એક ડાયેટિશયનને એપોઈન્ટ કર્યો અને તેમના મુજબ ડાયેટ લીધો. આ સિઝન પહેલા મેં 5 કિલો વજન ઘટાડ્યું હતું. ફિટનેસમાં સુધારાથી ઘણો ફાયદો થયો.

  • રબાડા અને નોર્તજે જેવા સ્ટાર બોલરો પાસેથી શું મદદ મળે છે?

રબાડા અને નોર્તજે પાસેથી મેં ઘણું શીખ્યું છે. બંનેમાંથી કોઈ એક દ્વારા ઈનિંગ્સની પ્રથમ ઓવર ફેંક્યા પછી હું તેની પાસે જઈને પુછું છું કે, વિકેટ કેવી છે અને આ વિકેટ પર કેવા પ્રકારની ડિલીવરી કામ કરશે. જો મેદાન પર મારા માટે કંઈ ફાયદો થતો હોય તો હું તેમને જણાવું છું અને તેઓ પણ મને જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...