• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Mahendra Singh Dhoni Will Play The Last Match Of IPL 2022, Fans Got Emotional; Speculation Of Thala Being The Final Season

ટોપ-2માં રાજસ્થાનની 'રોયલ એન્ટ્રી':RRએ 5 વિકેટથી CSKને હરાવ્યું, અશ્વિનની મેચ વિનિંગ 40* રનની ઈનિંગ; ચહલ-મેક્કોયે 2-2 વિકેટ લીધી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

IPL 15ની 68મી મેચમાં રાજસ્થાન રોયલ્સે 5 વિકેટથી ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી દીધું છે. આની સાથે જ RRની ટીમ ટેબલમાં ટોપ-2 નંબર પર પહોંચી ક્વોલિફાય કરી ચૂકી છે. રાજસ્થાન સામે 151 રનનો ટાર્ગેટ હતો જેને 2 બોલ પહેલા ચેઝ કરી રોયલ્સે મેચ જીતી લીધી છે. આ દરમિયાન રવિચંદ્રન અશ્વિને 23 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી 40* રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી, જ્યારે CSKના પ્રશાંતે 2 વિકેટ લીધી હતી.

આ મેચમાં ધોનીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન CSKએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 150 રન કર્યા હતા. તેવામાં ચેન્નઈના મોઈન અલીએ 57 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 93 રન કર્યા હતા. જોકે ત્યારપછી મોઈન આઉટ થઈ જતા તે સદી ચૂક્યો હતો. તો બીજી બાજુ રાજસ્થાનના મેક્કોય અને ચહલે 2-2 વિકેટ લીધી હતી.

ક્વોલિફાયર-1માં હાર્દિક VS સેમસન
IPL 2022ની પહેલી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. તેવામાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની GT અત્યારે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે.

  • ક્વોલિફાયર-1 મેચ 24 મેના દિવસે રમાશે.
  • ચેન્નઈ સામેની જીત સાથે રાજસ્થાનના 18 પોઈન્ટ થઈ ગયા છે.
  • ગુજરાતના 20 પોઈન્ટ છે.
  • 2008 પછી રાજસ્થાનની ટીમ ટોપ-2માં પહોંચી છે.

સિઝનની છેલ્લી મેચમાં ધોની બ્રિગેડ હારી, માહીએ કહ્યું...
ધોની બ્રિગેડ આ સિઝનની છેલ્લી મેચ હારી ગયું હતું. જોકે ધોનીના જણાવ્યા પ્રમાણે હજુ તે આગામી સિઝનમાં રમતો રહેશે. તેવામાં મેચ હાર્યા પછી ધોનીએ કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીને સારો નિર્ણય લીધો હતો પરંતુ અમે ટોટલ સેટ કરવામાં 10-15 રન શોર્ટ રહ્યા હતા.

જોકે બેટિંગ દરમિયાન મોઈને શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ બેક ટુ બેક વિકેટ પડતા મોઈન અલીએ ધીમી બેટિંગ કરી હતી. અમારા દરેક ખેલાડીએ આ સિઝનથી ઘણી વસ્તુઓ શીખી છે. અમે જે-જે ખેલાડીનો પ્રયોગ કર્યો છે તે કંઈક નવું એક્સપ્લોર કરી ચૂક્યા છે. તેવામાં આગામી વર્ષે અમે એક સારા ટીમ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરીશું.

રાજસ્થાનની વિસ્ફોટક શરૂઆત

  • 151 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત શાનદાર રહી હતી.
  • યશસ્વી જયસ્વાલે પહેલી ઓવરથી જ આક્રમક પ્રદર્શન દાખવી ટીમને સારી લયમાં લાવી દીધી હતી.
  • જોકે 16 રનના સ્કોર પર બીજી ઓવરમાં જોસ બટલર માત્ર 2 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તેની વિકેટ ચેન્નઈના સિમરજીત સિંહે લીધી હતી.
  • પાવરપ્લે સુધી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 52/1 રહ્યો હતો.

છઠ્ઠી ઓવરમાં મોઈનની તોફાની બેટિંગ
પાવરપ્લેની છેલ્લી ઓવરમાં ચેન્નઈના મોઈન અલીએ ટ્રેન્ટ બોલ્ટને ધોઈ નાખ્યો હતો. તેણે પહેલા બોલ પર સિક્સ અને ત્યારપછી પાંચેય બોલ પર ચોગ્ગા ફટકારી 26 રન કરી નાખ્યા હતા. જોકે ત્યાર પછી મેચમાં મોઈન અલીએ 57 બોલમાં 93 રનની શાનદાર ઈનિંગ રમી હતી પરંતુ સદી ચૂક્યો હતો. જ્યારે રાજસ્થાનના ચહલ અને મેક્કોયે 2-2 વિકેટ લીધી હતી.

  • 5.1 - 6 રન - મોઈન અલીએ ઓવર પિચ બોલ પર ફ્લિક કરી શાનદાર સિક્સ ફટકારી
  • 5.2- 4 રન - ડિપ મિડવિકેટ પર મોઈન અલીએ ચોગ્ગો ફટકાર્યો
  • 5.3- 4 રન - મોઈને ફુલર બોલર પર લોન્ગ ઓનમાં ચોગ્ગો ફટકાર્યો
  • 5.4- 4 રન - મોઈને અપર કટ મારી શોર્ટ થર્ડ મેન પર ચોગ્ગો ફટકાર્યો
  • 5.5- 4 રન - મોઈને બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો
  • 5.6- 4 રન - કવર ડ્રાઈવ પર મોઈન અલીએ શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો

બોલ્ટે પહેલી જ ઓવરમાં વિકેટ લીધી

ટ્રેન્ટ રાજસ્થાન માટે પહેલી ઓવર નાખવા માટે આવ્યો હતો અને તેણે ઋતુરાજ ગાયકવાડને પહેલી ઓવરના છેલ્લા બોલ પર સંજુ સેમસનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગાયકવાડ આ મેચમાં માત્ર 2 રન કરી શક્યો હતો.

બંને ટીમની પ્લેઇંગ-11

  • RR: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, દેવદત્ત પડ્ડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, ઓબેદ મેક્કોય
  • CSK: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મોઈન અલી, અંબાતી રાયડુ, એન જગદીશન, મહેન્દ્ર સિંહ ધોની, મિશેલ સેન્ટનર, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, મતિશા પાથિરાના, મુકેશ ચૌધરી
ફોટો સૌજન્ય- IPL
ફોટો સૌજન્ય- IPL
અન્ય સમાચારો પણ છે...