બોલિવૂડ એક્ટરના દિકરાની સિદ્ધિ:માધવનના પુત્ર વેદાંતે ડેનિશ ઓપનમાં સિલ્વર પછી ગોલ્ડ મેડલ જીત્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડેનમાર્કના કોપનહેગનમાં ડેનિશ ઓપન સ્વિમિંગ કોમ્પિટિશનમાં આર.માધવનના પુત્ર વેદાંત માધવને ગોલ્ડ મેડલ જીત્યો છે. વેદાંતે 800 મીટર પુરૂષ ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મુદ્દે આર માધવને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં વેદાંત સિલ્વર મેડલ જીતનાર એલેક્ઝાન્ડર એલ બજોર્ન અને બ્રોન્ઝ મેડલ જીતનાર ફ્રેડરિક લિંડહોમ સાથે હાથ મિલાવતો જોવા મળે છે. મેડલ મળ્યા પછી તેણે હાથ જોડીને ખાસ સેલિબ્રેશન કર્યું હતું.

અગાઉ તે સિલ્વર પણ જીતી ચૂક્યો છે

  • વેંદાતે કોપેનહેગનમાં રમાયેલા ડેનિશ ઓપનમાં 1500 મીટર ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
  • તેણે જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં 7 મેડલ જીત્યા હતા. જેમાંથી 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યા છે.
  • વેદાંત નેશનલ સ્વીમિંગ મેડલિસ્ટ પણ છે. તે અત્યારે માધવન સાથે દુબઈમાં છે અને વેદાંત ઓલિમ્પિતની તૈયારીમાં લાગી ગયો છે.
  • વેદાંતને સારી પ્રેક્ટિસ મળી રહે એના માટે તેનો પરિવાર દુબઈ શિફ્ટ થઈ ગયો છે.
અન્ય સમાચારો પણ છે...