IPL 2022ની 45મી મેચ લખનઉ અને દિલ્હી વચ્ચે રમાઈ હતી. જેને LSGએ 6 રનથી જીતી લીધી છે. જોકે આ મેચમાં બોલિંગ દરમિયાન લખનઉના રાહુલે કેપ્ટનશિપ કૃણાલ પંડ્યાને સોંપી દીધી હતી. ત્યારપછી રાહુલ તાત્કાલિક મેદાન બહાર જતો રહ્યો હતો. જોકો આ દરમિયાન કૃણાલ પંડ્યાની કેપ્ટનશિપમાં પાવરપ્લેમાં લખનઉની ટીમનું મિશ્ર પ્રદર્શન રહ્યું હતું તો ચલો આપણે આ સમગ્ર ઘટના પર નજર ફેરવીએ....
કૃણાલની કેપ્ટનશિપ પાછળનું કારણ
કે.એલ.રાહુલે શાનદાર બેટિંગ કરી 77 રનની ઈનિંગ સાથે એક હાઈસ્કોરિંગ ટોટલ સેટ કરવામાં ટીમને મદદ કરી હતી. જોકે ફિલ્ડિંગ દરમિયાન રાહુલને બીજી જ ઓવરમાં પગમાં ઈજા પહોંચી હતી. જેથી તે સારવાર લેવા તાત્કાલિક મેદાન બહાર ગયો હતો અને કેપ્ટનશિપ કૃણાલ પંડ્યાને સોંપી દીધી હતી. જોકે પાવરપ્લે પછી તો કે.એલ.રાહુલ મેદાનમાં આવી ગયો અને ટીમની કમાન સંભાળી લીધી હતી.
રિષભ પંતની વિસ્ફોટક બેટિંગ
પાવરપ્લેની પહેલી 3 ઓવરમાં દિલ્હીના બંને ઓપનર્સ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ત્યારપછી મિચેલ માર્શ અને રિષભ પંતે વિસ્ફોટક બેટિંગ કરી ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન DCએ 6 ઓવરમાં 2 વિકેટના નુકસાને 66 રન કર્યા હતા.
રોમાંચક મેચમાં લખનઉની જીત
IPL 2022ની 45મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે 6 રનથી દિલ્હી કેપિટલ્સને હરાવી દીધું છે. આ મેચમાં દિલ્હી સામે 196 રનનો ટાર્ગેટ હતો જેના જવાબમાં ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 189 રન કરી શકી હતી. જેથી લખનઉએ આ મેચમાં બાજી મારી લીધી છે. LSGના મોહસિન ખાને 4 વિકેટ લીધી હતી, તો કેપ્ટન રાહુલ અને હુડાએ મેચ વિનિંગ ફિફ્ટી ફટકારી ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.