લખનઉ પોઈન્ટ ટેબલમાં નંબર-1:LSGએ 75 રનથી KKRને હરાવ્યું, આવેશ-હોલ્ડરે 3-3 વિકેટ લીધી; કોલકાતાના 7 બેટર સિંગલ ડિજિટમાં આઉટ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૌજન્ય- IPL - Divya Bhaskar
સૌજન્ય- IPL

IPL 2022ની 53મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે 75 રનથી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી દીધું છે. કોલકાતા સામે જીતવા માટે 177 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ માત્ર 101 રનમાં ઓલઆઉટ થઈ જતા મેચ હારી ગઈ છે. આ દરમિયાન લખનઉના જેસન હોલ્ડર અને આવેશ ખાને 3-3 વિકેટ લીધી છે. જ્યારે કોલકાતાના 7 બેટર સિંગલ ડિજિટ સ્કોરમાં પેવેલિયન ભેગા થયા છે.

હુડ્ડાએ 27 બોલમાં 41 રન કર્યા

  • લખનઉની ઈનિંગની પહેલી વિકેટ વહેલી પડી ગઈ હતી, પરંતુ ત્યાર પછી દીપક હુડા અને ડિકોકે ઈનિંગને સંભાળી લીધી હતી.
  • દીપક 27 બોલમાં 41 રન કરીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
  • દીપક અને ડિકોક વચ્ચે 39 બોલમાં 71 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.

ડિકોકની શાનદાર ઇનિંગ્સ
લખનઉના ઓપનર ક્વિન્ટન ડિકોકે 29 બોલમાં 50 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 3 સિક્સર અને 4 ફોર ફટકારી હતી. જોકે ત્યારપછી ડિકોકને સુનીલ નરેને પેવેલિયન ભેગો કર્યો હતો.

સૌજન્ય- IPL
સૌજન્ય- IPL

રાહુલ એક બોલ પણ રમી ન શક્યો અને પેવેલિયન ભેગો
લખનઉનો કેપ્ટન કેએલ રાહુલ પહેલી જ ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો. ડિકોક સાથે રન લેવા માટે હા-ના, હા-નામાં રાહુલ રનઆઉટ થઈ ગયો હતો. શ્રેયસ અય્યરના શાનદાર થ્રોને કારણે રાહુલ આઉટ થઈ ગયો હતો.

બંને ટીમની પ્લેઇંગ-11

  • લખનઉ સુપર જાયન્ટ્સઃ કેએલ રાહુલ, ક્વિન્ટન ડીકોક, આયુષ બદોની, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા, મોહસીન ખાન, દુષ્મંથા ચમીરા, આવેશ ખાન, રવિ બિશ્નોઈ
  • કોલકાતા નાઈટ રાઈડર્સઃ એરોન ફિન્ચ, બાબા ઈન્દ્રજીત, શ્રેયસ અય્યર, નીતિશ રાણા, રિંકુ સિંહ, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, ટિમ સાઉથી, શિવમ માવી, હર્ષિત રાણા
અન્ય સમાચારો પણ છે...