સીઝનની સૌથી લાંબી સિક્સ:લિવિંગસ્ટોને મોહમ્મદ શમીની ઓવરમાં મારી દીધો 117 મીટર લાંબો છગ્ગો, રાશિદ તેનું બેટ તપાસવા પહોંચી ગયો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં મંગળવારે ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયેલી મેચમાં પંજાબના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને આ સીઝનની સૌથી લાંબી સિક્સ ફટકારી હતી. તેણે મોહમ્મદ શમીની બોલ પર 117 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. બોલ સ્ટેડિયમની બહાર જઈ પડ્યો હતો.

પંજાબની ઇનિંગ્સની 16મી ઓવરમાં બોલર મોહમ્મદ શમીના પ્રથમ બોલે લિવિંગસ્ટોને ડીપ સ્ક્વેર લેગ પર 117 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો. શમી પણ આ શોટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એ જ સમયે રાશિદ ખાન મજેદાર રીતે લિવિંગસ્ટોનનું બેટ ચેક કરવા પહોંચી ગયો હતો. લિયામ અહીં જ ન અટક્યો, તેણે આ પછી વધુ બે સિક્સર ફટકારી. આ ઓવરમાં તેણે 28 રન બનાવ્યા હતા. લિયામે તેની ઇનિંગમાં 10 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા, જેમાં 3 સિક્સ અને 2 ફોરનો સમાવેશ થાય છે.

લિવિંગસ્ટોને સિક્સ ફટકારતાં રાશિદ ખાન મસ્તી કરવા તેનું બેટ ચેક કરવા પહોંચ્યો હતો.
લિવિંગસ્ટોને સિક્સ ફટકારતાં રાશિદ ખાન મસ્તી કરવા તેનું બેટ ચેક કરવા પહોંચ્યો હતો.

બ્રેવિસનો રેકોર્ડ તોડ્યો
લિવિંગસ્ટોન પહેલાં આ સીઝનમાં સૌથી લાંબી સિક્સ ફટકારવાનો રેકોર્ડ મુંબઈના બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસના નામે હતો. તેણે 112 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.

સૌથી લાંબી સિક્સ ફટકારવામાં ત્રીજા અને પાંચમા નંબરે પણ લિયામ
લિયામ આ સીઝનમાં સૌથી લાંબી સિક્સમાં ત્રીજા અને પાંચમા નંબરે પણ છે. લિયામે 108 અને 106 મીટર લાંબી સિક્સર ફટકારી છે. જોસ બટલર ચોથા નંબર પર છે. તેણે 107 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.

પંજાબે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું
પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને એકતરફી મેચમાં 8 વિકેટે હરાવ્યું. PBKS પાસે 144 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 16 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શિખર ધવને અણનમ 62 રન બનાવ્યા હતા અને તે ટોપ સ્કોરર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...