સતત 5 જીત બાદ ગુજરાત હાર્યુ:પંજાબે 8 વિકેટે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું, લિવિંગ્સટોને એક ઓવરમાં 28 રન ફટકાર્યા; શિખર ધવનની શાનદાર ફિફ્ટી

24 દિવસ પહેલા

IPLમાં મંગળવારે પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને એકતરફી મેચમાં 8 વિકેટે હરાવ્યું હતું. PBKS પાસે 144 રનનો ટાર્ગેટ હતો જે ટીમે 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શિખર ધવને અણનમ 62 રન બનાવ્યા હતા અને તે ટોપ સ્કોરર રહ્યો હતો. તે જ સમયે, લિયામ લિવિંગસ્ટોને બેટિંગ કરતા માત્ર 10 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા.

પંજાબ કિંગ્સની 10 મેચમાં આ પાંચમી જીત હતી. ટીમ 5 મેચ હારી છે. આ સાથે જ ગુજરાતની સતત 5 જીત બાદ આ પ્રથમ હાર છે. હાર્દિકની આગેવાની હેઠળની ટીમે 10માંથી 8 મેચ જીતી છે અને 2 મેચ હારી છે.

સાઈ સુદર્શન સિવાય કોઈ પણ બેટ્સમેન ગુજરાત માટે સારી ઈનિંગ રમી શક્યો નહોતો. પંજાબના બોલરોએ પ્રથમ ઓવરથી જ ગુજરાત પર દબાણ બનાવી રાખ્યું હતું. રબાડાના ખાતામાં સૌથી વધુ 4 વિકેટ આવી. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લીક કરો.

સુદર્શન સિવાય બધા બેટર ફેલ
સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરીને 42 બોલમાં પોતાની IPL કારકિર્દીની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. નંબર 3 પર બેટિંગ કરતા, સાઈએ ટીમ માટે એકલો લડી રહ્યો હતો અને 128ના સ્ટ્રાઈક રેટથી અણનમ 64 રન બનાવ્યા.

રબાડાની ખતરનાક બોલિંગ
મેચમાં કાગિસો રબાડાએ શાનદાર બોલિંગ કરી, તેણે 35 રનમાં 4 વિકેટ ઝડપી. તેણે રાહુલ તિવેટિયા અને રાશિદ ખાનને સતત બે બોલમાં આઉટ કર્યા હતા. રબાડા ઉપરાંત ઋષિ ધવન અને લિયામ લિવિંગસ્ટોનને એક-એક વિકેટ મળી છે.

ન કેપ્ટન ચાલ્યો કે ન ઓપનર્સ
ચોથી ઓવર સુધીમાં ગુજરાતના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા હતા. શુભમન ગિલ 9 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, રિદ્ધિમાને 21 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાનું બેટ પણ ચાલ્યું ન હતું. તે 7 બોલમાં માત્ર એક રન બનાવી શક્યો હતો અને ઋષિ ધવનનો શિકાર બન્યો હતો.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

GT: રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી.

PBKS: મયંક અગ્રવાલ (c), શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, જોની બેયરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (wk), ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચહર, સંદીપ શર્મા, અર્શદીપ સિંહ.

અન્ય સમાચારો પણ છે...