DCએ 4 વિકેટથી મુંબઈને હરાવ્યું:બોલિંગમાં ફેલ અશ્વિને સિક્સ મારી મેચ જીતાડી; દિલ્હીની ટીમ ત્રીજીવાર પ્લેઓફમાં પહોંચી

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL-2021 ફેઝ-2 માં આજે શનિવારે દિવસની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. મેચની શરૂઆતમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. તેવામાં રોહિત શર્મા એન્ડ ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 129 રન કર્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 5 બોલ પહેલા 4 વિકેટથી મેચ જીતી લીધી હતી. DCના અક્ષર પટેલ અને આવેશ ખાને 3-3 વિકેટ લીધી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો....

દિલ્હીના ટોપ-3 બેટર ફેલ, રોહિતની પ્રશંસનીય કેપ્ટનશિપ

  • 130 રનનો ટાર્ગેટ ચેઝ કરવા મેદાનમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી નહોતી રહી, શિખર ધવન (8 રન) પોલાર્ડના ડાયરેક્ટ થ્રોના કારણે રનઆઉટ થયો હતો.
  • 15 રન પર દિલ્હીએ બીજી વિકેટ ગુમાવી હતી. આ સમયે પૃથ્વી શો 6 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.
  • દિલ્હીની બેક ટુ બેક વિકેટ પડી જતા રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયન મૂળના ખેલાડી નેથનને બોલિંગ કરવા પસંદ કર્યો હતો. તેવામાં નેથન કુલ્ટરનાઈલે સ્ટીવ સ્મિથને 9 રનના અંગત સ્કોર પર ક્લિન બોલ્ડ કરીને આઉટ કર્યો હતો.

મુંબઈની ખરાબ બેટિંગ, અક્ષર-આવેશે 3-3 વિકેટ લીધી
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ હાર્યા પછી બેટિંગ કરતા સમયે માત્ર 37 રનમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. તેવામાં સૂર્યકુમાર યાદવ સૌરભ તિવારી પાસેથી ટીમને એક નિર્ણાયક પાર્ટનરશિપની માગ હતી, પરંતુ સૂર્યકુમાર 33 રન પર સેટ થઈને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

ત્યારપછી મુંબઈએ 7 રનની અંદર સૌરભ અને પોલાર્ડની વિકેટ પડી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીના બોલર્સ આવેશ ખાન અને અક્ષર પટેલે 3-3 વિકેટ ઝડપીને MIને હાઈસ્કોર કરતા રોકી હતી. તેવામાં રોહિત એન્ડ કંપની દિલ્હી સામે 130 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો.

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમ પર મેચ જીતવા માટેનું દબાણ ભારે રહેશે. જો MI હારી જાશે તો તેમનો પ્લે-ઓફમાં જવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ થઈ જશે. પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે રહેલી મુંબઈના 11 મેચમાં 10 પોઈન્ટ છે. જો તે સળંગ ત્રણેય મેચ જીતી જાય તો તે સરળતાથી પ્લે-ઓફમાં પહોંચી જશે, પરંતુ એક જ હાર મળ્યા બાદ તેને નેટ રન રેટ અને અન્ય ટીમોની મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે.

પીચ રિપોર્ટ - જ્યારે આ પીચ પર પ્રથમ મેચ રમાઈ ત્યારે 156 રનને ચેઝ કરાયા હતા. વિકેટ પર ઘાસ નથી અને અહીં 155 રન સુધીનો સ્કોર સરળતાથી બનાવી શકાશે. શારજાહમાં મુંબઈ માટે આ પ્રથમ મેચ છે, તેથી તેઓએ સાવધાનીથી રમવું પડશે.

રાજસ્થાન અને કોલકાતાને મુંબઈની હારનો ફાયદો થશે
મુંબઇએ છેલ્લી બે લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે. તેમાંથી રાજસ્થાન હાલમાં પ્લેઓફની રેસમાં છે. કોલકાતાની ટીમ પણ ત્રીજા કે ચોથા સ્થાને છે. આ અર્થમાં જો દિલ્હી સામે મુંબઈ હારશે તો રાજસ્થાન અને કોલકાતાની ટીમને ફાયદો મળશે.

બંને ટીમ

MI- રોહિત શર્મા, ક્વિંટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, નેથન કુલ્ટરનાઈલ, જયંત યાદવ, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ
DC- પૃથ્વી શો, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા, આવેશ ખાન, એનરિક નોર્ત્યા

મેચની જાણકારી, શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ

સિરીઝIPL-14 ફેઝ-2
સત્ર2021
મેચ ડે2 ઓક્ટોબર 2021 (20 ઓવર)
અમ્પાયર્સ

અનિલ ચૌધરી, માઈકલ ગફ

ટીવી અમ્પાયર્સનિતીન મેનન
રિઝર્વ અમ્પાયર્સનવદીપ સિંહ
મેચ રેફરીજવાગલ શ્રીનાથ
ટોસદિલ્હીએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી
અન્ય સમાચારો પણ છે...