IPLની 15મી સિઝનમાં રવિવાર સુધીમાં 20 મેચ થઈ ચૂકી છે. આ મેચોમાં 13 વખત ઓપનિંગ જોડીએ 50થી વધુ રનની ભાગીદારી કરી છે. ઓપનિંગ જોડી સારી ભાગીદારી કરે છે તો ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહે છે. આ વખતે મોટાભાગની મેચોમાં જોવા મળ્યું છેે, ઓપનિંગ જોડીએ 50થી વધુ રનની ભાગીદારી કરી હોય ત્યારે ટીમને જીત મળે છે. આ વખતે 13 માંથી 9 વખત એટલે 69 ટકા મેચમાં આમ બન્યું છે. સૌથી મોટો ફાયદો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને થયો. ટીમની ઓપનિંગ જોડીએ સૌથી વધુ 3 વખત અડધી સદીની ભાગીદારી થઈ, ત્રણેય વખત ટીમને જીત મળી.
દરેક ટીમની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી; સારી શરૂઆતથી જીત મળી
દરેક ટીમની ઓપનિંગ ભાગીદારીને જોઈએ તો ટીમને સારી શરૂઆત મળે તો ટીમની જીતની શક્યતાઓ વધી છે. લખનઉ તરફથી પ્રથમ વિકેટ માટે સૌથી મોટી 99 રનની ભાગીદારી થઈ હતી. જે રાહુલ અને ડી કોક વચ્ચે થઈ હતી. ચેન્નાઈ વિરુદ્ધ લખનઉએ મેચ 6 વિકેટે જીતી હતી. 6 ટીમોની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીવાળી મેચમાંથી ટીમને 5 મેચમાં જીત મળી છે.
જૂની 8 માંથી 7 ટીમોની ઓપનિંગ જોડી બદલાઈ, રાજસ્થાનની નહીં
મેગા હરાજીને કારણે ટીમોમાં મોટા ફેરફારો થયા. IPLની જૂની 8 ટીમોમાંથી 7ની ઓપનિંગ જોડીમાં ફેરફાર જોવા મળ્યો છે. રાજસ્થાનની ઓપનિંગ જોડી બદલાઈ નથી. આ વખતે 10 માંથી 9 ટીમો પાસે ઓપનિંગમાં ડાબોડી-જમણેરી કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના બંને ઓપનિંગ બેટર જમણેરી છે. ટીમ અત્યાર સુધીની તમામ 4 મેચમાં હારનો સામનો કરી ચૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.