IPLમાં પંજાબની ટીમ પ્લેઓફમાં પહોંચશે કે નહીં એ અંગે હજુ સસ્પેન્સ રહેલો છે. પરંતુ આ દરમિયાન ટીમને ચિયર કરતી મિસ્ટ્રી ગર્લ અત્યારે વાઈરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે પંજાબની મોટાભાગની મેચમાં જોવા મળતી આ ગર્લનું નામ શશિ ધીમન છે. તે સ્ટેન્ડઅપ કોમેડિયનની સાથે પંજાબની એન્કર પણ છે. એટલું જ નહીં તે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરવાની સાથે ઘણી એક્ટિવ પણ છે.
શશિ ધીમનનું પંજાબની ટીમ સાથે ખાસ કનેક્શન
શશિએ અત્યારસુધી પંજાબની ટીમના શિખર ધવન, કગિસો રબાડા અને લિયમ લિવિંગસ્ટોનના ઈન્ટરવ્યુ લીધા છે. આની સાથે તે પંજાબની પ્રિ મેચ અને પોસ્ટ મેચ વીડિયોમાં પણ એન્કરિંગ કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શશિ એક એન્કર હોવાની સાથે સ્ટેન્ડઅપ કોમેડિયન પણ છે. તે છેલ્લા 3-4 વર્ષથી કોમેડી કરી રહી છે જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
શશિ ધીમન મૂળ ચંદીગઢની રહેવાસી છે એટલું જ નહીં ઘણીવાર તે પંજાબીમાં વાત કરી ખેલાડીઓના ઈન્ટરવ્યૂ પણ લેતી જોવા મળી છે. આની સાથે જ તે પંજાબ ટીમની ફેન પણ છે. તે 2020થી મુંબઈમાં રહે છે અને ત્યાં ઘણા સ્ટેન્ડઅપ કોમેડી શો, લાઈવ શો કરી રહી છે. વળી આ વર્ષે જ તે પંજાબ કિંગ્સની ટીમ સાથે પણ જોડાઈ છે.
ભણવામાં પણ અગ્રેસર
શશિ ધીમન કોમેડીની સાથે ભણવામાં પણ આગળ પડતી છે. તે એક ફાર્મા સાયન્ટિસ્ટ છે પરંતુ પોતાની કારકિર્દી કોમેડીયન તરીકે બનાવવા માટે તેણે આ ક્ષેત્રે નોકરી કરી નથી. તે અત્યારે પંજાબ ટીમની સાથે જ રહે છે અને ખેલાડી સાથે ટ્રાવેલ કરે તથા ઈન્ટરવ્યુ પણ લેતી નજરે પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.