IPLની સૌથી શાનદાર ઓવર:કુલદીપ યાદવે એક જ ઓવરમાં 3 વિકેટો ખેરવી, સાથે એક શાનદાર કેચ પણ પકડ્યો, જુઓ વીડિયો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022ની 19મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં કુલદીપ યાદવે તેના શાનદાર કેચથી બધાને ચોંકાવી દીધા હતા. KKRની ઇનિંગ્સની 16મી ઓવરમાં કુલદીપે હવામાં ડાઇવ કરીને શાનદાર કેચ પકડ્યો હતો.

ઉમેશ યાદવે ઓવરના છેલ્લા બોલ પર મોટો શોટ રમ્યો પણ તે વધુ દૂર ન જઈ શક્યો અને હવામાં જ રહ્યો હતો. બોલ મિડવિકેટની દિશામાં ગયો, ત્યાં કોઈ ફિલ્ડર ન હતો અને કીપર ઋષભ પંત અને કુલદીપ યાદવ બોલને પકડવા દોડ્યા, ત્યારે કુલદીપે ડાઈવ મારીને કેચ લીધો.

આ પહેલા કુલદીપે પણ આ જ ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે 16મી ઓવરના ત્રીજા બોલ પર પેટ કમિન્સને 4 રને LBW આઉટ કર્યો. 5માં બોલ પર સુનીલ નરેનની પણ 4 રને વિકેટ લીધી અને છેલ્લા બોલ પર ઉમેશ યાદવને પેવેલિયન મોકલી દીધો.

કુલદીપ યાદવ શાનદાર ફોર્મમાં
KKR વિરુદ્ધ શાનદાર બોલિંગ કરીને કુલદીપે 4 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે આ સિઝનમાં અત્યાર સુધી 4 મેચમાં 10 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની એવરેજ 11.60ની રહી. ચાઈનામેન સ્પિનરને દિલ્હીએ મેગા ઓક્શનમાં 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ગત સિઝન સુધી તે કોલકાતાની ટીમનો ભાગ હતો, પરંતુ ખરાબ ફોર્મને કારણે તેને 2021ની સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. 2020ની સિઝનમાં પણ તેણે 5 મેચમાં માત્ર 1 વિકેટ લીધી હતી.

44 રનથી મેચ જીતી
દિલ્હીએ મેચમાં 44 રને જીત મેળવી હતી. KKR સામે 216 રનનો ટાર્ગેટ હતો જેના જવાબમાં ટીમ 171 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવ સિવાય ખલીલ અહેમદે પણ 3 વિકેટ ઝડપી હતી.

આ પહેલા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટે 215 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે સૌથી વધુ 61 રન બનાવ્યા હતા જ્યારે પૃથ્વી શોએ પણ 51 રન બનાવ્યા હતા. KKRના ખાતામાં સુનીલ નરેને 2 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...