IPLમાં રવિવારે રમાયેલા ડબલ હેડરમાં બીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં રાજસ્થાને શાનદાર 3 રનથી આ મેચ જીતી લીધી હતી. લખનઉની ટીમે RRના ઓપનરોને તો લાંબો સમય ટકવા ન દીધા પણ ફિલ્ડીંગમાં થયેલી કેટલીક ભૂલોના કારણે વિપક્ષી ટીમે એક મોટો સ્કોર બનાવી દીધો.
બન્યું એવું કે RRની 67 રને 4 વિકેટ પડી હતી. ટીમ બેટિંગમાં નબળી દેખાઈ રહી હતી. તે સમયે હેટમાયર બેટિંગ કરી રહ્યો હતો અને તે છેલ્લી કેટલીક મેચોથી તે ખતરનાક બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. 14મી ઓવરમાં હેટમાયરે માત્ર 14 રનના સ્કોરે એક ખોટો શોટ રમ્યો હતો અને બોલ કૃણાલ પંડ્યા પાસે ગયો પણ કૃણાલ પંડ્યા કેચ કરવામાં નિષ્ફળ સાબિત થયો અને હેટમાયરને જીવનદાન મળ્યું. જીવનદાન મળ્યા બાદ હેટમાયરે આક્રમક બેટિંગ કરીને 6 છગ્ગા ફટકારી દીધા અને ટીમને 165 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
લખનઉના ફેન્સે રોષે ભરાઈ મજાક ઉડાવી
છેલ્લી બે ઓવરનો રોમાંચ
લખનઉને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 34 રનની જરૂર હતી. લખનઉના માર્કસ સ્ટોઈનિસ અને આવેશ ખાન ક્રિઝ પર હતા. 19મી ઓવરમાં રાજસ્થાનનો પ્રસિદ્ધ ક્રિષ્ના બોલિંગ કરવા આવ્યો અને તેણે 19 રન આપ્યા, છેલ્લી ઓવરમાં લખનૌને જીતવા માટે 15 રનની જરૂર હતી અને અહીં જ અનકેપ્ડ કુલદીપ સેને અજાયબી કરી બતાવી. સ્ટોઇનિસ આ ઓવરમાં 15 રન બનાવી શક્યો નહોતો અને રાજસ્થાને લખનૌને 3 રનથી હરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.