20 મિનિટમાં ધોનીએ મેચ પલટી:10 ઓવર સુધી KKR જીતી રહી હતી, ધોનીના માસ્ટરસ્ટ્રોક બાદ કોલકાતા ધ્વસ્ત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જતાં-જતાં IPLએ ફરી એ કહેવાની તક આપી દીધી કે મહેન્દ્ર સિંહ ધોની દુનિયાનો સૌથી સમજદાર ક્રિકેટર અને કેપ્ટન છે. ફાઈનલ મેચમાં જ્યારે એમ લાગતું હતું કે ચેન્નઈ હાર તરફ જઈ રહી છે. ત્યારે ધોનીએ 20 મિનિટમાં વિકેટ પાછળથી પૂરી મેચ બદલી નાંખી.

ચાલો તમને IPLના ફાઈનલની એ 20 મિનિટમાં લઈ જઈએ, જ્યારે ધોનીએ પોતાની જીતની કહાની જાતે લખી.

મેચમાં એક એવો સમય હતો કે બધું જ ધોનીના વિરુદ્ધમાં જઈ રહ્યું હતું. કોલકાતાના સૌથી શાનદાર ખેલાડી વેંકટેશ અય્યરનો કેચ ધોનીથી જ બે વખત છૂટી ગયો હતો. ગિલ આઉટ થયો પરંતુ બોલ સ્પાઈ કેમેરાને અડી ગયો અને તેને ડેડ બોલ ગણાવામાં આવ્યો. CSKના પ્લેયર્સ હતાશ થઈ ગયા હતા. 10 ઓવરમાં કોઈ પણ વિકેટ નહોતી પડી. અય્યર અને ગીલ બંને સરળતાથી રન બનાવી રહ્યા હતાં.

આવી જ સ્થિતિ અગાઉની મેચમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંતની હતી પરંતુ આ કેપ્ટન ધોની છે, જે છેલ્લા બોલ સુધી જીતની આશા બનાવી રાખે છે. ધોનીએ શાર્દુલ પાસે ગયો તેના સાથે વાત કરી તેને ઓવર સોંપવાનો નિર્ણય લીધો.

શાર્દુલની પહેલી ઓવરમાં ધોનીથી જ કેચ છૂટ્યો હતો ત્યારે શાર્દુલ નાખુશ થયો હતો. ધોનીને લાગ્યું કે ટીમમાં નકારાત્મક ભાવ આવી રહ્યો છે તેથી તે શાર્દુલ પાસે ગયો અને તેણે પોતાના સૌથી ભરોસાપાત્ર પ્લેયરને જ્યા ફિલ્ડીંગમાં મૂક્યો હતો તે અનુસાર જ શાર્દુલને બોલ નાખવા જણાવ્યું. પરીણામ એ આવ્યું કે વેંકટેશ અય્યર ઠીક એવી રીતે આઉટ થયો જે રીતે ફિલ્ડીંગ સેટ કરી હતી. કેચ જાડેજાએ જ ઝડપ્યો.

જ્યારે એક વિકેટ પડી એટલે ધોની વધુ સજાગ થઈ ગયો અને બોલરોને સલાહ આપવા જાતે બોલરો જોડે જતો હતો. ટીમના શ્રેષ્ઠ ફિલ્ડર્સ જાડેજા અને ડુ પ્લેસીસને એવી જગ્યાએ ફિલ્ડીંગ કરવા ગોઠવ્યા કે જે નીતિશ રાણોનો સ્ટ્રોન્ગ એરિયા છે. અને પરિણામ એ આવ્યું કે નીતિશ રાણા ડુ પ્લેસિસના હાથે કેચ આઉટ થયો.

ઓપનિંગ બેટર જેને સરળતાથી રમી રહ્યા હતા તેવા બોલર હેઝલવુડને બોલીંગ સોંપી. કારણ કે સેટ બેટર આઉટ થઈ ગયા હતા તેથી નવા બેટરને હેઝલવુડ સરળતાથી આઉટ કરી શકતો હતો અને પરિણામે સુનિલ નરેનની વિકેટ મળી ગઈ.

હવે ધોનીને 2 ખેલાડીઓ નડી રહ્યા હતા. મોર્ગન અને દિનેશ કાર્તિક. મોર્ગનને ધોની એવા બોલ રમાડી રહ્યો હતો કે જેમાં રન ના વાગે અને દિનેશ કાર્તિકને ઉંચા શોટ મારીને આઉટ થાય તેવા બોલ નંખાવી રહ્યો હતો અને પરિણામે કાર્તિક કેચ આઉટ થયો.

કાર્તિકના આઉટ થયા બાદ પણ પ્લાન સ્પષ્ટ હતો. નવા આવતા બેટ્સમેનને ટાર્ગેટ કરી રહ્યો હતો. મોર્ગન પીચ પર હતો પરંતુ બીજા છેડે વિકેટો પડી રહી હતી.

જેવું ધોની ઈચ્છતો હતો તેવું થતું હતું, મોર્ગન એક તરફ ઉભો રહ્યો. બીજી તરફ શાકિબ અલ હસન, રાહુલ ત્રિપાઠી પણ આઉટ થયા. જે KKRમો સ્કોર 10.3 ઓવરમાં 91 રન હતો અને એક પણ વિકેટ નહોતી પડી તે જ KKRનો સ્કોર 15.4 ઓવરમાં 123 રન હતો અને 7 વિકેટ પડી ગઈ હતી. આ તેજ 20 મિનિટની કહાની હતી, જ્યારે 29 બોલ નાખવામાં આવ્યા 32 રન બન્યા અને 7 વિકેટ પડી. KKRના કેપ્ટન મોર્ગન ક્રિઝ પર રહી ગયા અને મેચ ધોનીના પક્ષમાં આવી ગઈ.

અન્ય સમાચારો પણ છે...