રાણાનો 'કેમેરાતોડ' ચોગ્ગો:નીતીશ રાણાના શોટથી બાઉન્ડરીલાઇન પર ફરી રહેલા કેમેરાનો કાચ તૂટ્યો; KKR પ્લે ઓફની રેસમાં

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL ફેઝ-2માં રવિવારે રમવામાં આવેલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતીશ રાણાના શોટથી કેમેરો તૂટી ગયો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં નીતીશે એક શાનદાર પુલ શોટ માર્યો હતો, જે સીધો બાઉન્ડરીલાઇન પર ફરી રહેલા કેમેરામાં ઘૂસી ગયો. એનાથી કેમેરાનો કાચ તૂટી ગયો હતો.

આ દરમિયાન બાઉન્ડરીલાઇન પર ફિલ્ડિંગ કરી રહેલા હૈદરાબાદનો રાશિદ ખાન હસવા લાગ્યો. કોમેન્ટેટર પણ જણાવવા લાગ્યા કે કેમેરો તૂટી ગયો છે. જોકે નીતીશ રાણાનો આ શોટ તેની ટીમ માટે ખૂબ જ જરૂરી હતો. રાણાએ 33 બોલમાં 25 રનની ઈનિંગ્સ રમી હતી. એ દરમિયાન તેણે કુલ 3 ચોગ્ગા લગાવ્યા. એમાં આ ચોગ્ગો પણ સામેલ હતો. નીતીશની ઈનિંગ્સથી તેની ટીમને જીત મળી. હવે કોલકાતા 12 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાન પર છે.

રાયડુએ ફ્રિજનો કાચ તોડ્યો હતો

આ અગાઉ IPLના ફેઝ-1માં ચેન્નઈ-મુંબઈની મેચમાં અંબાતી રાયડુએ ઓફ સાઈડમાં છગ્ગો માર્યો હતો, જે સીધો ડગ આઉટમાં મૂકેલા ફ્રિજ પર અથડાયો હતો. બોલ વાગવાથી ફ્રિજનો કાચ તૂટી ગયો હતો.

KKRએ SRHને 6 વિકેટે હરાવ્યું
KKRએ SRHના આપેલા 116 રનના લક્ષ્યાંકને 2 બોલ બાકી હતાને પાર પાડી દીધો હતો. કોલકાતાની ટીમ આ જીતના સાથે પ્લે ઓફની રેસમાં જારી છે, જ્યારે SRHની ટીમ પહેલાંથી જ આ રેસમાંથી બહાર થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...