IPL 2022માં પ્લેઓફ રેસમાં પણ પાછળ ચાલી રહેલી કોલકાતા નાઈટર રાઈડર્સ ટીમને વધુ એક ફટકો પડ્યો છે. KKRનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ ઈન્જરીના કારણે અત્યારે ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો છે. વળી ટીમે હજુ 2 મેચ રમવાની બાકી છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ઓફિશિયલ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના પૂર્વ કેપ્ટન કમિન્સને હિપ ઈન્જરી થઈ ગઈ છે. જેના કારણે તે આ IPLની સિઝનથી બહાર થઈ ગયા છે. અત્યારે આરામ કરવા માટે પેટ કમિન્સ ઘરે પરત ફરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સના આધારે તેને સામાન્ય ઈજા પહોંચી છે અને કમિન્સ જલદી રિકવર થઈ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરી શકે છે.
IPLમાં 7.25 કરોડમાં ખરીદ્યો હતો
પેટ કમિન્સને કોલકાતાએ 7.25 કરોડ રૂપિયામાં ટીમ સાથે જોડ્યો હતો. કમિન્સે આ સીઝનની 5 મેચમાં 10.69ના ઈકોનોમી રેટથી 7 વિકેટ લેવાની સાથે 63 રન પણ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયા હજુ શ્રીલંકા પ્રવાસે જશે
ઓસ્ટ્રેલિયન ટીમ મે મહિનાના અંતમાં શ્રીલંકા ટૂર પર પણ જશે. જ્યાં ટીમ શ્રીલંકા વિરૂદ્ધ 3 T20 અને 5 વનડે મેચ તથા 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. તેવામાં T20 મેચ 7 જૂનથી શરૂ થશે.
KKRનું પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ
કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યારસુધી રમાયેલી 12 મેચમાંથી માત્ર 5 જ જીતી છે. આ દરમિયાન KKRના 10 પોઈન્ટ છે, વળી હજુ ટીમે 2 મેચ રમવાની બાકી છે. તેવામાં 14 મે SRH સામે અને 18 મેના દિવસે LSG સામે કોલકાતાની ટક્કર થશે. કોલકાતાએ જો પ્લેઓફમાં પહોંચવું હોય તો આ બંને મેચ જીતવાની સાથે અન્ય ટીમો હારી જાય એના પર પણ નજર રાખવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.