IPL 2022 છેલ્લા સ્ટેજમાં જ પહોંચી ગઈ છે. અત્યારે બંને ટીમો પોત-પોતાની લીગ મેચ રમી રહી છે. તેવામાં ગુરુવારે પોઈન્ટ ટેબલની ટોપર ગુજરાત અને પાંચમા નંબર પર સ્થિત RCB વચ્ચે મેચ રમાવાની છે. આ મેચમાં જો બેંગ્લોર હારી જશે તો પ્લેઓફ રેસથી લગભગ બહાર ફેંકાઈ જશે. તેવામાં બંને ટીમના ખેલાડી મજાક મસ્તી કરતા નજરે પડ્યા હતા. તમને જણાવી દઈએ કે પ્રેક્ટિસ સેશનમાં વિરાટે રાશિદના અલગ સ્ટાન્સ પર રમૂજી એક્શન તથા ટિપ્પણી કરી હતી.
રાશિદે વીડિયો શેર કર્યો
GTના સ્ટાર સ્પિનર રાશિદે મેચ પહેલાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે વિરાટ કોહલી સાથે મસ્તી કરતો નજરે પડી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં રાશિદે લખ્યું છે કે વિરાટ ભાઈ મારા શોટ અંગે વાત કરી રહ્યા છે. કોહલી સ્પષ્ટપણે રાશિદે મારેલી સિક્સરની નકલ કરતો જોવા મળી રહ્યો છે. તથા એમ પણ કહી રહ્યો છે કે તમારે બોલ પર નજર રાખવાની હોય અને શરીર સીધું રાખી શોટ રમવાનો હોય. રાશિદ તારી જેમ નહીં, તું અલગ અંદાજે જ રમે છે.
વિરાટે રાશિદને ખાસ ભેટ આપી હતી
આની પહેલા રાશિદે વધુ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે વિરાટનું બેટ જોતો હોય છે. ત્યારે કોહલી તેની પાસે આવે છે અને પછી બંને વચ્ચે વાતચીત થયા બાદ રાશિદને બેટ જ આપી દે છે. આના પરથી અનુમાન લગાવાઈ રહ્યું હતું કે વિરાટે રાશિદને ખાસ ભેટ આપી હતી. તો બીજી બાજુ રાશિદે અગાઉ શેર કરેલા વીડિયોમાં લખ્યું હતું કે વિરાટ ભાઈ તમને મળીને આનંદ થયો અને આ ખાસ ગિફ્ટ માટે તમારો આભાર.
RCB માટે છેલ્લી તક
આ ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે બેંગ્લોર માટે આ છેલ્લી તક છે. જો ગુજરાત સામેની આ મેચ ટીમ હારી જશે તો લગભગ ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ જશે. વળી જો મેચ જીતી પણ જશે તો પણ પ્લેઓફમાં પહોંચવા માટે બેંગ્લોરે રાજસ્થાન અને દિલ્હીની હાર અથવા જીતના નિર્ણય પર નિર્ભર રહેવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.