કેપ્ટન રાહુલના 'ડાયમંડ ડક'નો VIDEO:કે.એલ.રાહુલ એકપણ બોલ રમ્યા વિના પેવેલિયન ભેગો; જાણો ક્રિકેટમાં કેટલા પ્રકારના ડક હોય છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોટો સૌજન્ય- IPL - Divya Bhaskar
ફોટો સૌજન્ય- IPL

IPLમાં શનિવારે બીજી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. જેની પહેલી ઓવરમાં જ LSGનો કેપ્ટન રાહુલ એકપણ બોલ રમ્યા વિના આઉટ થઈ ગયો હતો. તેવામાં આ સિઝનનો ડાયમંડ ડક આઉટ થવાની સાથે તે લગભગ 4 મિનિટ સુધી જ ક્રીઝ પર ટકી શક્યો હતો. વળી શું તમને ખબર છે કે ક્રિકેટમાં ડાયમંડ ડક સિવાય પણ ઘણા અન્ય તબક્કા છે જેમાં બેટરની આઉટ થવાની ઘટનાને આધારે વિવિધ કેટેગરીમાં તારવી શકાય છે. ચલો આપણે રાહુલની વિકેટ સહિત ક્રિકેટના વિવિધ 'ડક' કેટેગરી પર નજર કરીએ...

ડિકોકે રન લેવાની ના પાડતા રાહુલ અડધી પિચેથી પરત ફર્યો. ફોટો સૌજન્ય- IPL
ડિકોકે રન લેવાની ના પાડતા રાહુલ અડધી પિચેથી પરત ફર્યો. ફોટો સૌજન્ય- IPL

પહેલી ઓવરમાં રાહુલની વિકેટ ચર્ચાસ્પદ
ઈનિંગની પહેલી ઓવરના પાંચમા બોલ પર ક્વિંટન ડિકોકે એક્સ્ટ્રા કવર પર શોટ માર્યો હતો. જોકે હળવા હાથે પુશ કરવાના કારણે બોલ સીધો કોલકાતાના શ્રેયસ અય્યર પાસે પહોંચી ગયો હતો. તેવામાં લખનઉનો કેપ્ટન રાહુલ અડધી પિચે આવી ગયો હતો ત્યારે ડિકોકે તેને પાછો મોકલ્યો હતો. આ જોઈને રાહુલ પણ સ્તબ્ધ થઈ ગયો અને ફરીથી નોન સ્ટ્રાઈકર એન્ડની ક્રીઝ પર જવા માંડ્યો હતો.

વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો....

કોલકાતાના કેપ્ટને ડાયરેક્ટ થ્રો મારી રાહુલને આઉટ કર્યો - ફોટો સૌજન્ય - IPL
કોલકાતાના કેપ્ટને ડાયરેક્ટ થ્રો મારી રાહુલને આઉટ કર્યો - ફોટો સૌજન્ય - IPL
રિપ્લેમાં સ્પષ્ટપણે રાહુલ ક્રીઝની બહાર જોવા મળતા ડાયમંડ ડક આઉટ થયો હતો- ફોટો સૌજન્ય- IPL
રિપ્લેમાં સ્પષ્ટપણે રાહુલ ક્રીઝની બહાર જોવા મળતા ડાયમંડ ડક આઉટ થયો હતો- ફોટો સૌજન્ય- IPL

શ્રેયસ અય્યરે આ તકનો લાભ ઉઠાવી રોકેટ થ્રો દ્વારા સીધો નોનસ્ટ્રાઈકર એન્ડ પર ડાયરેક્ટ થ્રો કર્યો હતો. તેવામાં જો રાહુલની વિકેટ જોવા જઈએ તો આ સિઝનની ડાયમંડ ડકની રમૂજી વિકેટ પણ કહી શકાય.

રાહુલને આઉટ કરી શ્રેયસ અય્યરે શાનદાર ઉજવણી કરી- ફોટો સૌજન્ય- IPL
રાહુલને આઉટ કરી શ્રેયસ અય્યરે શાનદાર ઉજવણી કરી- ફોટો સૌજન્ય- IPL

જાણો કુલ કેટલા પ્રકારના 'ડક' હોય છે?
ક્રિકેટમાં ગોલ્ડન ડક સિવાય બેટર ઘણી રીતે 'ડક' પર એટલે કે એકપણ રન સ્કોર કર્યા વિના આઉટ થઈ જાય છે. તો ચાલો આપણે જાણીએ કે કેટલા પ્રકારના ડક હોય છે.

  • સિલ્વર ડક: જ્યારે બેટર તેની ઇનિંગના બીજા બોલ પર આઉટ થાય છે, ત્યારે તેને સિલ્વર ડક કહેવામાં આવે છે.
  • બ્રોન્ઝ ડકઃ જ્યારે બેટર તેની ઇનિંગ્સના ત્રીજા બોલ પર એકપણ રન કર્યા વિના આઉટ થઈ જાય છે.
  • ડાયમંડ ડક: જ્યારે બેટર ઇનિંગ્સમાં એક પણ બોલ રમ્યા વિના આઉટ થાય છે, ત્યારે તેને 'ડાયમંડ ડક' કહેવામાં આવે છે.
  • પ્લેટિનમ ડક/રોયલ ડક: જ્યારે બેટર ઇનિંગ્સના પહેલા બોલ પર આઉટ થાય છે.
  • પેર: જ્યારે બેટર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં શૂન્ય રન પર આઉટ થાય છે, ત્યારે તેને પેયર કહેવામાં આવે છે.
  • કિંગ પેરઃ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં જ્યારે બેટર પહેલા બોલ પર આઉટ થાય છે, એટલે કે બંને ઇનિંગ્સમાં ગોલ્ડન ડક, તથા પહેલા બોલ પર આઉટ થાય ત્યારે તેને કિંગ પેર કહેવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...