તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPLના ખેલાડીઓ પર કોરોના સંકટ યથાવત:KKRનો ટિમ સેઈફર્ટ અને પ્રસિદ્ધ કૃષ્ણા કોરોના પોઝિટિવ, કાલે કૃષ્ણાની ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
KKRનો ટિમ સેઈફર્ટ પછી પ્રસિદ્ધ કૃષ્ણા પણ કોવિડ પોઝિટિવ આવ્યો છે. - Divya Bhaskar
KKRનો ટિમ સેઈફર્ટ પછી પ્રસિદ્ધ કૃષ્ણા પણ કોવિડ પોઝિટિવ આવ્યો છે.
  • અત્યારસુધી IPLનાં 11 ખેલાડીઓ અને 3 કોચ સંક્રમિત થઈ ચૂક્યા છે.

IPLમાં કોરોના પોઝિટિવ આવતા ખેલાડીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શનિવારના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સના 2 ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં KKRનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને ન્યૂઝીલેન્ડનો વિકેટ કીપર બેટ્સમેન ટિમ સેઈફર્ટ સામેલ છે. કાલે જ પ્રસિદ્ધ કૃષ્ણાને ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમમાં સ્ટેન્ડબાયના રૂપે પસંદ કરવામાં આવ્યો હતો. વળીં, સેઈફર્ટને અત્યારે અમદાવાદના આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તે હવે ન્યૂઝીલેન્ડના અન્ય ક્રિકેટરો સાથે પોતાના વતન પરત ફરી શકશે નહીં.

પ્રસિદ્ધ અને સેઈફર્ટ સહિત અત્યારસુધી કોલકાતા ટીમનાં 5 ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તો સમગ્ર ટૂર્નામેન્ટમાં અત્યારસુધી 11 ખેલાડી અને 3 આસિસ્ટન્ટ કોચ સંક્રમિત થઈ ચૂક્યા છે.

પ્રસિદ્ધ કૃષ્ણાને ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમમાં સ્ટેન્ડબાયના રૂપે પસંદ કરવામાં આવ્યો હતો
પ્રસિદ્ધ કૃષ્ણાને ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમમાં સ્ટેન્ડબાયના રૂપે પસંદ કરવામાં આવ્યો હતો

પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમ ઈન્ડિયામાં સ્ટેન્ડબાય રખાયો હતો
શુક્રવારો કૃષ્ણાને WTCની ફાઈનલ અને ઈંગ્લેન્ડ ટૂર માટે પસંદ કરાયો હતો. જેમાં એને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યો હતો. 25 મેના રોજ તે ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ સાથે ક્વોરન્ટીન થવાના છે. પરંતુ હવે તેઓને ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે.

2 RT-PCR ટેસ્ટમાં ટિમ સેઈફર્ટ કોરોના પોઝિટિવ આવ્યો
ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા પ્રમાણે ટિમ સેઈફર્ટ વતન જતા પહેલા 2 RT-PCR ટેસ્ટ કર્યા હતા, જેમાં એ પોઝિટિવ આવ્યો હતો. એનામાં અત્યારે કોઈપણ પ્રકારના ગંભીર લક્ષણો જણાઈ રહ્યા નથી. NZCના જણાવ્યા અનુસાર સેઈફર્ટ ગત 10 દિવસમાં 7 વાર નેગેટિવ આવ્યો હતો. હવે એને સારવાર માટે ચેન્નઈ મોકલવામાં આવશે. સેઈફર્ટની સારવાર પણ એ હોસ્પિટલમાં થશે જ્યાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને CSKનાં કોચ માઈક હસીને રાખવામાં આવ્યો હતો.

ટિમ સેઈફર્ટ ની ફાઈલ તસવીર
ટિમ સેઈફર્ટ ની ફાઈલ તસવીર

સીફર્ટના પરિવારને સમગ્ર માહિતી અપાઈ રહી છે
NZCના ચીફ એક્ઝીક્યૂટિવ ડેવિડ વ્હાઈટે કહ્યું હતું કે સારવાર દરમિયાન અમે સેઈફર્ટના સંપર્કમાં રહીશું, ત્યારપછી નેગેટિવ આવશે ત્યારે જ એને ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવશે. ત્યારપછી એમે 14 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે. સેઈફર્ટનું પોઝિટિવ આવવું ઘણુ દુઃખદ છે અને અમે પણ એમના પરિવાર સાથે સંપર્કમાં છીએ.

વિલિયમ્સન સહિત NZના અન્ય ખેલાડીઓને ક્વોરન્ટીન કરાયા
આની પહેલા ન્યૂઝીલેન્ડ જવાના પ્લાનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. NZના કેપ્ટન કેન વિલિયમ્સન, મિચેલ સેન્ટનર, કાઈલ જેમિસન અને ફિઝિયો ટોમી સિમસેક સહિત કેટલાક ખેલાડીઓેને દિલ્હીના બાયો બબલમાં રાખવામાં આવ્યો છે. હવે મીડિયાના અહેવાલોના આધારે તેઓને માલદીવ શિફ્ટ કરાશે. વળીં, ટ્રેનર ક્રિસ ડોનાલ્ડસન પણ માલદીવમાં ક્વોરન્ટીન છે. જોકે, ટ્ર્રેન્ટ બોલ્ટ પોતાના વતન પરત ફરી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...