તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

KKRએ પંજાબને 5 વિકેટે હરાવ્યું:KKR સતત 4 હાર પછી 1લી મેચ જીત્યું, પોઈન્ટ ટેબલમાં 5 નંબર પર પહોંચી; પંજાબની ટીમને છેલ્લી 6 મેચમાંથી 5માં પરાજય આપ્યો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
KKRના કેપ્ટન ઓઈન મોર્ગને રન ચેઝમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એણે રાહુલ ત્રિપાઠી સાથે 48 બોલમાં 66 રનની મેચ વિનિંગ ભાગીદારી નોંધાવી હતી. - Divya Bhaskar
KKRના કેપ્ટન ઓઈન મોર્ગને રન ચેઝમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એણે રાહુલ ત્રિપાઠી સાથે 48 બોલમાં 66 રનની મેચ વિનિંગ ભાગીદારી નોંધાવી હતી.
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ પ્રથમ IPL મેચ રમાઈ હતી
  • કોલકાતાના કેપ્ટન મોર્ગન અને ત્રિપાઠીએ મેચ વિનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી

IPL 2021 સીઝનની 21મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ પ્રથમ IPL મેચ રમાઈ હતી. જેમાં કોલકાતા અને પંજાબ વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો. કોલકાતાએ સતત 4 મેચમાં હારનો સામનો કર્યા પછી પ્રથમ જીત પ્રાપ્ત કરી હતી. ટીમે IPL 2021 સીઝનની 21મી મેચમાં પંજાબ કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. 6 મેચમાં બીજી જીત પ્રાપ્ત કર્યા પછી KKRની ટીમ પોઈન્ટ ટેબલમાં 5માં ક્રમાંક પર પહોંચી હતી. મેચની પહેલા ટીમ અંતિમ ક્રમાંક એટલે કે 8માં નંબર પર હતી. ત્યાં પંજાબની ટીમ વિરૂદ્ધ 6 મેચમાં 5મી જીત હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા અહીંયા ક્લિક કરો.......

કોલકાતાના કેપ્ટન ઓઈન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ દરમિયાન પંજાબની ટીમે કોલકાતાને 124 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબે 9 વિકેટના નુકસાને 123 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ 5 વિકેટના નુકસાને 126+ રન બનાવ્યા હતા. કોલકાતાની ટીમે 5 વિકેટથી પંજાબને હરાવ્યું હતું. KKRના કેપ્ટન મોર્ગને સિંગલ-ડબલ રન પર ધ્યાન કેન્દ્રિત કરીને મેચમાં પકડ બનાવી રાખી હતી.

ઓઈન મોર્ગને 40 બોલમાં 47 રન બનાવીને ટીમને જીત અપાવી હતી
ઓઈન મોર્ગને 40 બોલમાં 47 રન બનાવીને ટીમને જીત અપાવી હતી

ઓઈન મોર્ગને અંત સુધી બેટિંગ કરીને KKRને જીત અપાવી
કોલકાતાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે 9 રનની અંદર 2 ઓપનરના વિકેટ ગુમાવ્યા હતા. પહેલા હેનરીક્સે નીતીશ રાણાને શૂન્ય પર આઉટ કર્યો હતો, ત્યાર પછી મોહમ્મદ શમીએ પણ શુભમન ગિલને 9 રન પર LBW આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. અર્શદીપે સુનિલ નરેનને શૂન્ય રન પર આઉટ કર્યો હતો, રવિ બિશ્નોઈએ પ્રશંસનીય કેચ પકડ્યો હતો. કોલકાતાના કેપ્ટન ઓઈન મોર્ગન અને રાહુલ ત્રિપાઠીએ 66 રનની ભાગીદારી નોંધાવીને રન-ચેઝમાં મહત્ત્વપૂર્ણ યોગદાન નોંધાવ્યું હતું. ત્યારપછી રાહુલ ત્રિપાઠી 41 રન બનાવીને દિપક હુડાનો શિકાર થયો હતો. 98 રન પર આન્દ્રે રસેલ પણ એક રન લેવાના ચક્કરમાં રન આઉટ થયો હતો. પંજાબ કિંગ્સ તરફથી મોઈસીસ હેનરિક્સ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને દિપક હુડાએ 1-1 વિકેટ લીધી હતી. લો-સ્કોર્સનો બચાવ કરતા સમયે પંજાબના બે બોલર્સ અર્શદીપ અને દીપક ઘણા ખર્ચાળ સાબિત થયા હતા. બંન્નેએ 10-10ના ઇકોનોમી દરે રન લૂંટાવ્યા હતા.

KKRના દરેક બોલર્સે સારૂ પ્રદર્શન દાખવ્યું હતું.
KKRના દરેક બોલર્સે સારૂ પ્રદર્શન દાખવ્યું હતું.

સતત વિકેટો ગુમાવવાના કારણે પંજાબ ઓછો સ્કોર બનાવી શકી
પંજાબની ટીમમાં એલનની જગ્યાએ ક્રિસ જોર્ડનનો સમાવેશ કરાયો હતો.​ પાવર-પ્લેની અંતિમ ઓવરમાં પંજાબની પ્રથમ વિકેટ પડી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાહુલ ફરીથી નિષ્ફળ નીવડ્યો હતો. રાહુલ 20 બોલમાં 19 રન બનાવીને પેટ કમિન્સનો શિકાર થયો હતો. ક્રિસ ગેઈલ પહેલા બોલ પર શૂન્ય રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. સતત ત્રણ ઓવરમાં પંજાબે વિકેટ ગુમાવી, 1 રન બનાવીને દિપક હુડા પણ આઉટ થયો હતો. 42 રન પર પંજાબે મહત્ત્વપૂર્ણ 3 વિકેટ ગુમાવી દીધી હતી. પંજાબે 100 રનની અંદર 8 વિકેટો ગુમાવી હતી, જેના પરિણામે તે 123 રન જ બનાવી શકી હતી. કોલકાતાના પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટ ઝડપી હતી, તો પેટ કમિન્સ અને સુનિલ નરેને 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. આ ઈનિંગમાં કોલકાતાના બોલર્સનો દબદબો રહ્યો હતો.

પંજાબની ટીમમાં એક ફેરફાર
પંજાબની ટીમ અત્યારે 5 મેચમાંથી 4 પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલ પર 5માં ક્રમાંક પર છે. આ મેચમાં અગર પંજાબે જીત મેળવી તો ટોપ-4માં પ્રવેશ કરશે. ત્યાંજ કોલકાતાની ટીમ સતત 4 મેચમાં હારનો સામનો કરીને પોઈન્ટ ટેબલમાં અંતિમ ક્રમાંક પર આવી પહોંચી છે. એવામાં જો આ મેચ પણ કોલકાતા હારી ગયું તો એનો પ્લે-ઓફ્સમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ થઈ જશે.

બંને ટીમોમાં 4-4 વિદેશી ખેલાડીઓ
કોલકાતાની પ્લેઇંગ-11 માં આન્દ્રે રસેલ, પેટ કમિન્સ અને સુનીલ નરેન જેવા વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરાયો છે, જેમાં કેપ્ટન ઓઈન મોર્ગન પણ સામેલ છે. તો પંજાબની ટીમમાં વિદેશી ખેલાડીઓ પૈકી ક્રિસ ગેઈલ, મોઇઝિસ હેનરિક, નિકોલસ પૂરન અને ક્રિસ જોર્ડનનો સમાવેશ કરાયો છે.

બંન્ને ટીમો:
કોલકાતા: ઓઈન મોર્ગન (કેપ્ટન), નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, સુનીલ નરેન, આંદ્રે રસેલ, પેટ કમિન્સ, વરૂણ ચક્રવર્તી, શિવમ માવી, પ્રસિદ્ધ કૃષ્ણા.
પંજાબ: લોકેશ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ક્રિસ ગેઇલ, મોઇઝિસ હેન્રીક્સ, નિકોલસ પૂરન, દિપક હુડા, શાહરૂખ ખાન, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને અર્શદિપ સિંહ.

રાહુલને મોદી સ્ટેડિયમ રાસ નથી આવ્યું
પંજાબનો કેપ્ટન કે.એલ.રાહુલ આ સીઝનની 5 મેચમાં 221 રન બનાવીને ટીમનો સૌથી સફળ બેટ્સમેન બની ગયો છે. પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાહુલ અત્યારસુધી સારું બેટિંગ પરફોર્મન્સ આપી શક્યો નથી. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 4 આંતરરાષ્ટ્રીય T-20 મેચમાં રાહુલ કુલ 15 રન જ બનાવી શક્યો હતો, જેમાં 2 મેચમાં તો એ શૂન્ય પર પેવેલિયન ભેગો થયો હતો.

મેચ પૂર્વેનું પ્રિડીક્શનઃ

કોલકાતાની ટીમ ઓપનિંગ જોડીમાં ફેરફાર કરી શકે છે
કોલકાતાને છેલ્લી મેચમાં રાજસ્થાન વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં કોલકાતાના બન્ને ઓપનર નીતીશ રાણા (25 બોલ - 21 રન) અને શુભમન ગિલે (19 બોલ - 11 રન) ઘણી ધીમી શરૂઆત કરી હતી. મોર્ગના ગેમ પ્લાન મુજબ એની ટીમ શરૂઆતથી જ આક્રમક રૂપ ધારણ કરીને બેટિંગ કરવી જોઈએ, પરંતુ ગિલ અને રાણા ધીમી શરૂઆતમાં વિશ્વાસ રાખે છે. IPLના પાવર-પ્લેમાં ગિલનો સ્ટ્રાઈક રેટ 114.39નો છે, જ્યાં રાણાનો સ્ટ્રાઈક રેટ 120.10નો છે. આમાંથી કોઈ એક ખેલાડીના સ્થાન પર રાહુલ ત્રિપાઠીને ઓપનિંગમાં લાવી શકાય છે. રાહુલનો પાવર-પ્લેમાં સ્ટ્રાઈક રેટ 141.43નો છે.

ગેઈલ અને પૂરનની વિરૂદ્ધ વરૂણ ચક્રવર્તી બોલિંગ કરી શકે છે
KKRનો કેપ્ટન ઓઈન મોર્ગન મોટાભાગે વરૂણ ચક્રવર્તી સાથે બોલિંગની શરૂઆત કરાવતો હોય છે. આ મેચ માટે એ વરૂણની કેટલીક ઓવર ક્રિસ ગેઈલ અને નિકોલસ પૂરન માટે બચાવી શકે છે. લેફ્ટ હેન્ડ બેટ્સમેન વિરૂદ્ધ વરૂણે 11.60ની એવરેજથી 9.4ના સ્ટ્રાઈક રેટ સાથે વિકેટ ઝડપી છે.

કમિન્સનો ડેથ ઓવરમાં ઉપયોગ
KKRની ટીમ આ મેચમાં પેટ કમિન્સને ડેથ ઓવરમાં બોલિંગ કરવા માટે પસંદ કરી શકે છે. આ IPLમાં એણે 10 ઓવરમાં 9.6ની ઈકોનોમીથી રન આપ્યા છે. કમિન્સે પ્રથમ 10 ઓવરની ગેમમાં એક પણ વિકેટ ઝડપી નથી. વળી અંતિમ 10 ઓવરમાં એની ઈકોનોમી 8.74ની રહી છે અને આ દરમિયાન કમિન્સે 4 વિકેટ પણ ઝડપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો