IPLમાં બુધવારે કોલકાતા અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ હતી. આ સીઝનની પોતાની પ્રથમ મેચ રમતાં પેટ કમિન્સે તરખાટ મચાવી દીધો હતો. તેણે 15 બોલમાં 56 રન બનાવ્યા હતા. 16મી ઓવરમાં તો તેણે 35 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 373.33નો હતો. ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેને મેચમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.
કમિન્સે પોતાની ફિફ્ટી 14 બોલમાં પૂરી કરી હતી. આ સાથે જ તેણે કેએલ રાહુલના 4 વર્ષ જૂના રેકોર્ડની બરોબરી કરી હતી. રાહુલે 2018ની IPLની સીઝનમાં પંજાબથી તરફ રમતાં દિલ્હી સામે 14 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. એ IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી હતી.
ડિનિયન સમ્સ આ ઓવર ક્યારેય ભૂલશે નહીં
મુંબઈ તરફથી 16મી ઓવર ડિનિયલ સેમ્સ ફેંકી રહ્યો હતો. આ ઓવરમાં કમિન્સે 35 રન બનાવ્યા હતા. આવો, તમને જણાવીએ કમિન્સે એક ઓવરમાં 35 રન કેવી રીતે બનાવ્યા.
15.1: સેમ્સે કમિન્સને ફુલ લેન્થ બોલ ફેંક્યો, જેને કમિન્સે 6 રન માટે લોંગ ઓન બાઉન્ડરી બહાર મોકલી દીધો.
15.2: સેમ્સે કમિન્સને બીજો બોલ ફુલ ટોસ ફેંક્યો, બોલ સ્ટમ્પથી થોડો બહાર હતો અને લોંગ ઓન બાઉન્ડરીની બહાર 4 રન.
15.3: આ બોલ પર કમિન્સે મિડ વિકેટ ઉપરથી છગ્ગો ફટકાર્યો.
15.4: ચોથા બોલને કમિન્સે ફાઈન લેગ ઉપરથી છગ્ગો ફટકાર્યો.
15.5 : સેમ્સે કમિન્સને નો બોલ ફેંક્યો અને આ બોલ પર બે રન પણ બન્યા. (આમ કુલ ત્રણ રન બન્યા.)
15.5: કમિન્સે ફ્રી હિટ મળતાં ડીપ સ્ક્વેર લેગ પર ચોગ્ગો ફટકારી ફાસ્ટેસ્ટ ફિફ્ટી પૂરી કરી.
15.6: છેલ્લા બોલ પર કમિન્સે છગ્ગો ફટકાર્યો અને મેચ પૂરી થઈ ગઈ. KKRને જીત માટે 30 બોલમાં 35 રનની જરૂર હતી, જે કમિન્સે એક ઓવરમાં કરી દીધા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.