ઈન્ડિયન પ્રીમયર લીગ(IPL)માં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) અને મુંબઈ ઈન્ડિયન્સ(MI)ની વચ્ચે રમાયેલી મેચમાં MI માટે ડેબ્યુ કરનાર ડિવાલ્ડ બ્રેવિસ પોતાની જ નાની ઈનિંગ માટે છવાઈ ગયો હતો. અન્ડર-19 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિક્રા તરફથી રમનારી ડિવાલ્ડ બ્રેવિસની IPLમાં ફેન્સ રાહ જોઈ રહ્યા હતા. તેણે મુંબઈની ત્રીજી મેચમાં ડેબ્યુ કરવાની તક મળી.
નાની, પરંતુ જોરદાર ઈનિંગ રમી
તેણે બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સની સામે 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 152થી વધુ રહ્યો. તે વરુણ ચક્રવર્તીના બોલમાં આગળ આવીને શોટ મારવા જતાં સ્ટમ્પ આઉટ થયો હતો.
20 લાખ બેસપ્રાઈઝ, પરંતુ વેચાયો 3 કરોડમાં
IPLની મેગા ઓક્શનમાં ડિવાલ્ડ બ્રેવિસની બેસપ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી. જોકે તેને ટીમમાં લેવા માટે વિવિધ ટીમો વચ્ચે સ્પર્ધા થઈ હતી. જોકે અંતે સફળતા મુંબઈ ઈન્ડિયન્સને મળી. મુંબઈ ઈન્ડિયન્સે તેને 3 કરોડમાં પોતાની સાથે જોડ્યો હતો.
અન્ડર-19 વર્લ્ડ કપમાં સારો દેખાવ કર્યો હતો
અન્ડર-19 વર્લ્ડ કપમાં ડિવાલ્ડ બ્રેવિસે સારો દેખાવ કર્યો હતો. તેણે સાઉથ આફ્રિકા તરફથી રમતા વર્લ્ડ કપમાં 2 સેન્ચુરી બનાવી, જ્યારે 2 નર્વસ નાઈન્ટીઝનો પણ સ્કોર કર્યો હતો. તેની ઈનિંગને જોઈએ તો તેમણે 138, 6, 97, 104, 65 રન બનાવ્યા હતા.
ડિવાલ્ડ બ્રેવિસને બેબી એબી શા માટે કહેવામાં આવે છે
દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન ડિવાલ્ડ બ્રેવિસને આગામી એબી ડિવિલિયર્સ કહેવામાં આવે છે. તે તેના જેવા જ શોટ રમે છે. તેનું નિકનેમ 'બેબી એબી' છે. આ 18 વર્ષના ખેલાડીએ તાજેતરમાં જ અન્ડર-19 વર્લ્ડ કપમાં 506 રન બનાવીને શિખર ધવનનો 2004માં બનાવેલો 505 રનનો રેકોર્ડ તોડ્યો હતો.
સૌથી ઓછી ઉંમરમાં IPLમાં ડેબ્યુ કરનાર ખેલાડી
17 વર્ષ 11 દિવસઃ મુજીબ-ઉર-રહમાન(બાંગ્લાદેશ)
17 વર્ષ 283 દિવસઃ સંદીપ લામિછાને(નેપાળ)
18 વર્ષ 170 દિવસઃ મિશેલ માર્શ(ઓસ્ટ્રેલિયા)
18 વર્ષ 197 દિવસઃ રાશિદ ખાન(અફઘાનિસ્તાન)
18 વર્ષ 342 દિવસઃ ડિવાલ્ડ બ્રેવિસ(સાઉથ સાફ્રિકા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.