તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સક્લૂઝિવ:ભાસ્કરે કરેલા ઘટસ્ફોટ પછી KKRએ સ્વીકારી નીતીશ રાણાની કોરોના સંક્રમિત થવાની વાત, કહ્યું- હવે નેગેટિવ રિપોર્ટ આવી ગયો છે

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: રાજ કિશોર
  • કૉપી લિંક
નીતીશ રાણાએ IPLમાં અત્યારસુધીમાં 60 મેચમાં 28.17ની સરેરાશથી 1437 રન બનાવ્યા છે. - Divya Bhaskar
નીતીશ રાણાએ IPLમાં અત્યારસુધીમાં 60 મેચમાં 28.17ની સરેરાશથી 1437 રન બનાવ્યા છે.
  • નીતીશ રાણાએ IPLમાં અત્યારસુધીમાં 60 મેચમાં 28.17ની સરેરાશથી 1437 રન બનાવ્યા છે

ઈન્ડિયન પ્રીમયર લીગ(IPL) પર કોરોનાનું સંકટ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) ટીમનો પ્લેયર નીતીશ રાણા કોરોનાથી સંક્રમિત થયો હતો. રાણા ગોવામાં રજાઓ પસાર કર્યા પછી ટીમ સાથે જોડાયો હતો. ગુરુવારે આ સમાચાર સૌપ્રથમ ભાસ્કરે બ્રેક કર્યા હતા. આ અહેવાલના છ કલાક પછી KKR મેનેજમેન્ટ પણ આ વાતની પુષ્ટી કરી છે. KKR તરફથી કહેવાયું હતું કે રાણા 22 માર્ચના રોજ પોઝિટિવ આવ્યો હતો. અમુક દિવસ આઈસોલેશનમાં રહ્યા પછી તેનો રિપોર્ટ 1 એપ્રિલના રોજ નેગેટિવ આવ્યો હતો.

IPLની 14મી સીઝન 9 એપ્રિલથી શરૂ થાય છે. ફાઈનલ 30 મેના રોજ થશે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ(MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની વચ્ચે રમાવાની છે. KKRની પ્રથમ મેચ 11 એપ્રિલ સનરાઈઝર્સ હૈદરાબાદની સાથે છે.

નીતીશે ગત સીઝનમાં 254 રન બનાવ્યા
નીતીશે ગત વર્ષે KKR માટે 14 મેચમાં 25.14ની સરેરાશથી 254 રન બનાવ્યા છે. તેણે IPLમાં અત્યારસુધીમાં રમેલી 60 મેચમાં 28.17ની સરેરાશથી 1437 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 135.56ની રહી છે.

વિજય હઝારે ટ્રોફીમાં ટોપ-5 રન સ્કોરરમાં સામેલ હતો
તાજેતરમાં થયેલી ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીમાં નીતીશ ટોપ-5 રન સ્કોરરમાં સામેલ હતો. તેણે દિલ્હી તરફથી રમતા 7 મેચમાં 66.33ની સરેરાશથી 398 રન બનાવ્યા. એક સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી પણ લગાવી હતી. તેની સ્ટ્રાઈક રેટ 97.78 રહી.

ટીમેે પ્રેક્ટિસ શરૂ કરી, તમામ ખેલાડીઓના ફોટા પણ શેર કર્યા
KKR ટીમ સાથે લગભગ તમામ ખેલાડીઓના ફોટા શેર કરેલા છે. શુભમન ગિલ, કમલેશ નાગરકોટી અને શિવમ માવી જેવા પ્લેયર્સે ટ્રેનિંગ કરતાં ફોટો પણ શેર કર્યા છે. KKRની સોશિયલ મીડિયા સાઈટ્સ પર આંદ્રે રસેલ, કેપ્ટન ઓએન મોર્ગેન, દિનેશ કાર્તિક અને સુનીલ નરેન પણ પ્રેક્ટિસ કરતા દેખાયા છે, જોકે રાણા ક્યાંય દેખાયો નથી.

બાયો-બબલમાં ટીમ સાથે જોડાવાના નિયમ
જે ખેલાડીઓ ઈંગ્લેન્ડ સિરીઝ કે કોઈ બીજી ટૂર્નામેન્ટ રમ્યા પછી બાયો-બબલમાંથી નીકળીને IPL ટીમના બાયો-બબલમાં આવે છે તો તેમને સીધી ટ્રેનિંગ કરવાની અનુમતિ છે. જો કોઈ ખેલાડી બાયો-બબલમાંથી આવતો નથી તો તેને ટીમના બનેલા બબલમાં આવવા માટે 7 દિવસ ક્વોરન્ટીન રહેવું જરૂરી હશે. આ દરમિયાન તેના ત્રણ ટેસ્ટ થશે. નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી જ ટીમની સાથે બાયો-બબલમાં એન્ટ્રી કરી શકાય છે.

ગત સીઝનમાં CSK ટીમના 11 લોકો સંક્રમિત થયા હતા
ગત સીઝન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં બાયો-સિક્યોર માહોલમાં થઈ હતી. ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં જ ચેન્નઈ સુપરકિંગ્સ(CSK) ટીમના દીપક ચહર અને ઋતુરાજ ગાયકવાડ સહિત 11 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે એ પછી સમગ્ર ટૂર્નામેન્ટમાં કોરોનાના કોઈ કેસ પ્રકાશમાં આવ્યા ન હતા.

IPL 2020 દરમિયાન લગભગ 40 હજાર ટેસ્ટ થયા
BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે IPL 2020 માટે તૈયાર કરવામાં આવેલા બાયો-બબલમાં 400 ખેલાડી અને સ્ટાફ રોકાયા હતા. અઢી મહિનામાં લગભગ 30થી 40 હજાર ટેસ્ટ કરાવવામાં આવ્યા, જેથી તમામ સુરક્ષિત રહી શક્યા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો