IPL 2022ની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 7 વિકેટથી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું છે. SRH સામે 176 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે એકતરફી રીતે માત્ર 3 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. રાહુલ ત્રિપાઠીએ 71 રન કર્યા હતા, જ્યારે એડન માર્કરમે પણ અણનમ 68 રન કર્યા હતા. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો....
SRHની 5 મેચોમાં આ સતત ત્રીજી જીત
ટૂર્નામેન્ટની પહેલી બે મેચ સતત હાર્યા પછી હૈદરાબાદ આટલું જોરદાર કમબેક કરશે એવી કોઈને અપેક્ષા નહોતી, પરંતુ ટીમે ખરેખર બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે જ સમયે, KKRની 6 મેચમાં આ ત્રીજી હાર છે.
આની પહેલા KKRએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 171 રન કર્યા હતા. નીતિશ રાણાએ સૌથી વધુ 54 રન કર્યા હતા. જ્યારે આન્દ્રે રસેલે 25 બોલમાં અણનમ 49 રન કર્યા હતા. SRH તરફથી ટી નટરાજને 3 વિકેટ લીધી હતી.
કેન વિલિયમ્સને 2 હજાર રન પૂરા કર્યા
કેન વિલિયમ્સને IPL અને હૈદરાબાદ માટે પોતાના 2000 રન પુરા કરી લીધા છે. તે ડેવિડ વોર્નર (4014) અને શિખર ધવન (2518) પછી SRH માટે 2,000 રન કરનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.
નીતીશ રાણાની આક્રમક ઇનિંગ્સ
નીતીશ રાણાએ શાનદાર બેટિંગ કરતા 32 બોલમાં તેની IPL કારકિર્દીની 14મી ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, તે પોતાની ઇનિંગ્સને વધુ લંબાવી શક્યો નહોતો અને 54 રન કરીને નટરાજન દ્વારા આઉટ થયો હતો.
પાવરપ્લેમાં કોલકાતાનું પ્રદર્શન
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા કોલકાતાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી 6 ઓવરમાં હૈદરાબાદના બોલર્સે કોલકાતાને કમબેક કરવાની તક નહોતી આપી. આ દરમિયાન પાવરપ્લેમાં 3 વિકેટના નુકસાને 38 રન કર્યા હતા.
ટી નટરાજનની શાનદાર શરૂઆત
ટી નટરાજને તેની પહેલી જ ઓવરના પહેલા 3 બોલમાં 2 વિકેટ લીધી હતી. તેણે ઇનિંગ્સની 5મી ઓવરના પહેલા બોલ પર વેંકટેશ અય્યર (6)ને બોલ્ડ કર્યો હતો. તેના બીજા બોલ પર સુનીલ નરેને મેદાન પર આવતાની સાથે જ છગ્ગો ફટકારી પોતાનું ખાતું ખોલાવ્યું હતું. નરેને કાઉ કોર્નરમાં સિક્સર ફટકારી હતી, પરંતુ તે પછીના જ બોલ પર આઉટ થઈ ગયો હતો.
એરોન ફિંચ ડેબ્યુમાં ફેલ
KKR તરફથી પોતાની પહેલી મેચ રમી રહેલા એરોન ફિન્ચે 5 બોલમાં 7 રન કર્યા હતા અને માર્કો યેન્સને આઉટ કર્યો હતો. તેનો કેચ વિકેટકીપર નિકોલસ પૂરને પકડ્યો હતો.
સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી હોવા છતાં SRH સારું પ્રદર્શન કરી રહ્યું છે. તો ત્યાં જ, કોલકાતાએ 3 જીત બાદ 2 મેચ ગુમાવી દીધી છે. કોલકાતાની ટીમ પાસે સ્ટાર ખેલાડીઓની આખી ટીમ લાઈન અપ છે. પરંતુ ટોપ ઓર્ડરની નબળી બેટિંગ પછી ફરી એકવાર રસેલ અને કમિન્સ પાસે ટીમની જવાબદારી સંભાળવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
બંને ટીમોની પ્લેઇંગ-XI
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.