KKRની મોટી ભૂલનો VIDEO:કાર્તિક અને હર્ષલ એક જ જગ્યાએ આવીને સાથે ઊભા રહી ગયા છતાં પણ રન આઉટ થયા નહીં; બાદમાં બંનેએ મેચ જિતાડી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે

IPLમાં બુધવારે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. 129 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી RCBની હાલત કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરોને કારણે કફોડી થઈ ગઈ હતી. એક સમયે એવું લાગતું હતું કે કોલકાતા આ મેચ આરામથી જીતી જશે, પરંતુ દિનેશ કાર્તિક અને હર્ષલ પટેલે બાજી સંભાળી હતી. કાર્તિકે છેલ્લી ઓવરમાં 200ની સ્ટ્રાઈક રેટથી 7 બોલમાં 14 રન બનાવ્યા હતા, જ્યારે હર્ષલે 6 બોલમાં 10 રન આવ્યા હતા. તેમણે સાથે મળીને RCBને સીઝનની તેમની પ્રથમ જીત અપાવી હતી. આ જીતમાં કાર્તિકની શાનદાર ઇનિંગ્સની સાથે-સાથે કોલકાતાની નબળી ફિલ્ડિંગમાં માફ ન કરાય એવી ભૂલ પણ સામેલ છે.

IPL 2022માં RCBને પ્રથમ જીત અપાવનારા દિનેશ કાર્તિક અને હર્ષલ પટેલ.
IPL 2022માં RCBને પ્રથમ જીત અપાવનારા દિનેશ કાર્તિક અને હર્ષલ પટેલ.

19મી ઓવરમાં કાર્તિકને આઉટ કરવાની આસાન તક ગુમાવી અને KKR મેચ હારી ગઈ
મેચની 19મી ઓવરમાં કોલકાતાના ખેલાડીઓએ દિનેશ કાર્તિકને આઉટ કરવાની આસાન તક ગુમાવી દીધી હતી. જો દિનેશ ત્યારે આઉટ થઈ ગયો હોત તો KKR આ મેચ સરળતાથી જીતી ગઈ હોત. ખરેખરમાં 19મી ઓવરના બીજા બોલ પર દિનેશ કાર્તિકે શોટ રમ્યો હતો અને હર્ષલ પટેલ ઝડપી રન લેવા માટે દોડ્યો હતો, પરંતુ કાર્તિક દોડી શક્યો નહીં અને બંને બેટ્સમેન એ જ જગ્યાએ આવીને ઊભા રહ્યા. બોલ ઉમેશ યાદવ પાસે ગયો અને તેણે ખૂબ જ ખરાબ થ્રો ફેંક્યો. બોલને પકડવા માટે કોઈ બેકઅપ ખેલાડી પણ નહોતો.

જેને કારણે KKRએ રન આઉટ કરવાની તક ગુમાવી હતી. બાદમાં કાર્તિક અને હર્ષલની જોડીએ મેચ પૂરી કરી હતી. જો એ સમયે RCBની એક વિકેટ પડી ગઈ હોત તો મેચનું પરિણામ અલગ આવ્યું હોત. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

હર્ષલ પટેલે મેચમાં બોલ અને બેટ બંનેથી કમાલ કરી હતી. પહેલાં 2 વિકેટ લીધી અને પછી બેટથી લો સ્કોરિંગ મેચમાં 10 રન બનાવ્યા હતા.
હર્ષલ પટેલે મેચમાં બોલ અને બેટ બંનેથી કમાલ કરી હતી. પહેલાં 2 વિકેટ લીધી અને પછી બેટથી લો સ્કોરિંગ મેચમાં 10 રન બનાવ્યા હતા.

RCBને મળી પ્રથમ જીત
129 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઊતરેલી RCBની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પાવર પ્લેમાં ટીમે 36 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અનુજ રાવત (0), કેપ્ટન ફાફ ડુપ્લેસિસ (5) અને વિરાટ કોહલી (12) રન બનાવીને આઉટ થયા હતા, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક અને હર્ષલ પટેલની નાની ઇનિંગ્સે RCBને સીઝનની પ્રથમ જીત અપાવી હતી.

આ પહેલાં પોતાની પ્રથમ મેચમાં RCBને પંજાબ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં બેંગલોરની ટીમે 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતા, પરંતુ પંજાબની ટીમે 19 ઓવરમાં જ આ લક્ષ્યને પાર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...