તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Jayadeva Said That There Is Nothing More Special Than Meeting His Wife And Playing On The Ground; Morris, The Most Expensive Player In IPL History, Landed At His Own Cost

પ્યાર ઔર પૈસા દોનોં બોલતા હૈ:જયદેવે કહ્યું- વાઇફને ભેટીને રમવા આવું એનાથી વિશેષ કંઈ નથી; IPLનો સૌથી મોંઘો ખેલાડી મોરિસ પોતાની કિંમત પર ખરો ઊતર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

IPL 2021ની સીઝન એક પછી એક થ્રિલર્સની ભેટ આપી રહી છે. મુંબઈ vs કોલકાતા અને બેંગલોર vs હૈદરાબાદ પછી દિલ્હી vs રાજસ્થાનની મેચમાં પણ કંઈક એવું જ થયું કે છેલ્લી ઓવર સુધી ખબર ન પડે કે કઈ ટીમ બાજી મારશે. 149 રન ચેઝ કરતાં રાજસ્થાન રોયલ્સે 42 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે એ પછી રાજસ્થાને આડેધડ શોટ ફ્ટકારવાની જગ્યાએ સંયમથી બેટિંગ કરીને ઈકવેશન લાવી દીધી, 2 ઓવરમાં 27 રનની જરૂર, 3 વિકેટ બાકી. 1 ઓવર વર્લ્ડ ક્લાસ ડેથ બોલર કગીસો રબાડાની અને બીજી ઓવર ટોમ કરનની. અંતે શું થયું? RRએ 3 વિકેટે બાજી મારી. ક્રિસ મોરિસ બન્યો હીરો.

મેચ જિતાડ્યા પછી ક્રિસ મોરિસે ડગઆઉટ તરફ થમ્બ્સ અપ કર્યું હતું.
મેચ જિતાડ્યા પછી ક્રિસ મોરિસે ડગઆઉટ તરફ થમ્બ્સ અપ કર્યું હતું.

અંતિમ 2 ઓવરનો રોમાંચ, દિલ માગે MORRIS
રાજસ્થાનને અંતિમ 2 ઓવરમાં 27 રનની જરૂર હતી અને જીત માટેનો મદાર IPL ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી ક્રિસ મોરિસ પર હતો. રોયલ્સે તેને આ સીઝન માટે 16.25 કરોડમાં ખરીદ્યો અને તેણે ટીમને પ્રથમ જીત અપાવી એ પોએટિક જસ્ટિસ તો નહીં, પણ મોનેટરી જસ્ટિસ જરૂર કહેવાય. તેણે 19મી ઓવરમાં રબાડાની બોલિંગમાં બે સિક્સ, 1 ડબલ અને 1 સિંગલ એમ કુલ 15 રન માર્યા. એ પછી 20મી ઓવરમાં 11ની જરૂર હતી, ત્યારે ટોમ કરનની બોલિંગમાં એક ડબલ અને બે સિક્સ મારીને મેચ પૂરી કરી. ફિનિશરની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવ્યા બાદ ડ્રેસિંગ રૂમમાં થમ્બ્સ અપનું સિગ્નલ આપીને "મેં હું ના" પણ કહ્યું. હાલ તો રોયલ્સને તેના પર રોકેલી મૂડીનું વ્યાજ મળી ગયું એવો આભાસ થતો હશે.

IPLની અંતિમ 2 ઓવરમાં મેચ જીતવા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન:

  • 30 રન: ધોની vs પંજાબ, ધર્મશાલા, 2010
  • 29 રન: જાડેજા vs કોલકાતા, દુબઇ, 2020
  • 29 રન: મોરિસ vs દિલ્હી, મુંબઈ, 2021

ઉનડકટે મેચ સેટ કરી
ક્લાઈમેક્સની સીધી વાત તો કરી લીધી, પણ હવે આખી સ્ક્રિપ્ટ સમજવા પિક્ચરના પહેલા ભાગની પણ વાત કરીએ. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં રોયલ્સના બોલર્સે હાઈસ્કોરિંગ ગણાતા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સની ટીમને 148 રનમાં રોકી દીધી. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે 130થી વધુની ગતિને બોલને મૂવ કરાવ્યો અને તેની ધારદાર બોલિંગ આગળ દિલ્હીના ટોપ-3 ઘૂંટણિયે બેસી ગયા. પૃથ્વી શો, શિખર ધવન અને અજિંક્ય રહાણે ત્રણેય સિંગલ ડિજિટમાં આઉટ. મજાની વાત એ હતી કે સામાન્યપણે ગતિમાં વિવિધતા માટે જાણીતા ઉનડકટે પોતાની સ્ટ્રેટેજી બદલતાં આખા સ્પેલમાં ખાલી 6 સ્લોઅર બોલ જ નાખ્યા હતા. 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપનાર ઉનડકટ બન્યો મેન ઓફ ધ મેચ. તેના 7 બોલમાં 11* રનના યોગદાનને ભૂલી શકાય નહીં. તેણે ક્રિસ વોક્સની બોલિંગમાં સ્કવેર લેગ પર ક્લાસિક સિક્સ મારી હતી.

મેચ જીત્યા પછી જયદેવ ઉનડકટ અને ક્રિસ મોરિસ ખુશીથી ભેટ્યા હતા.
મેચ જીત્યા પછી જયદેવ ઉનડકટ અને ક્રિસ મોરિસ ખુશીથી ભેટ્યા હતા.

મેચ જીત્યા પછી મોરિસે શું કહ્યું?
18 બોલમાં 4 સિક્સની મદદથી 36* રન મારનાર મોરિસે કહ્યું હતું કે દિવસની શરૂઆતમાં અમને કહેવામાં આવ્યું હોત કે અમારે 140 જેટલા રન ચેઝ કરવાના છે તો અમે ખુશીથી આ ટાર્ગેટ સ્વીકારી લીધો હોત. અમુક લોકોને પ્રોપર બેટિંગ કરવા માટે પૈસા આપવામાં આવે છે, અમુકને સ્લોગ (આડેધડ મારવા) માટે પૈસા આપવામાં આવે છે. હું એક સ્લોગર છું જે પૂરો દમ લગાવીને બેટ સ્વિંગ કરું છે. હું બહુ ગોલ્ફ રમું છું. ગઈ મેચમાં છેલ્લા બોલે સંજુએ સિંગલ લીધો તો મને દુઃખ નહોતું થયું. દોડી ગયો હોત તો સંજુ માટે પોતાની વિકેટનો પણ ત્યાગ કરત. તે બહુ સારી રીતે બોલને ટાઈમ કરી રહ્યો હતો. 222 રન ચેઝ કરતાં એ મેચમાં જીતની આટલી નજીક આવ્યા એ બહુ સારી વાત હતી. એક ટીમ તરીકે અમે એ ગેમથી ઘણુંબધું શીખ્યા.

ઉનડકટે શું કહ્યું?
ઉનડકટે કહ્યું હતું કે હું હવે અઘરી પરિસ્થિતિમાં કઈ રીતે રમવું એનો અનુભવ ધરાવું છું. મને જોઈએ એ ફ્રીડમ, સાથે નવા બોલથી બોલિંગ કરી રહ્યો હતો. ગઈ સીઝનમાં મને આવી છૂટ નહોતી મળી. પહેલી મેચમાં નહોતો રમ્યો એટલે જાણતો હતો કે તક મળે ત્યારે એનો ફાયદો ઉઠાવો જરૂરી રહેશે. તમે આંકડા જુઓ તો મેં આજે 4-5 જ ચેન્જ ઓફ પેસ બોલ નાખ્યા હતા. બોલ મૂવ થઈ રહ્યો હતો, તેથી હાર્ડ લેન્થ પર બોલિંગ કરવી વધુ ફાયદાકારક હતી.

લગ્ન પછી શું ફેરફાર આવે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં જયદેવે કહ્યું હતું કે "લગ્ન એક વ્યક્તિ તરીકે તમને સંપૂર્ણ રીતે બદલી નાખે છે. તમે વધુ સેટલ્ડ ફીલ કરો છો. વાઈફને ભેટીને રમવા આવું, તમારા પર ભરોસો દાખવતા સાથીઓ સાથે રમવું એનાથી ખાસ કંઈ ન હોય."

સોશિયલ મીડિયામાં વાઇરલ:

અન્ય સમાચારો પણ છે...