ઈન્ડિયન ટીમના ફ્રન્ટલાઈન બોલર એવા જસપ્રીત બુમરાહે સોમવારે IPLમાં તરખાટ મચાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ માટે તેણે 4 ઓવરના સ્પેલમાં 5 મહત્ત્વપૂર્ણ વિકેટ લઈ કોલકાતાના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. તેના આવા પ્રદર્શનથી પત્ની સંજના પણ ખુશ થઈ ગઈ અને પતિને પુષ્પા સાથે સરખાવ્યો હતો. એટલું જ નહીં, સંજના દરેક વિકેટ પછી બુમરાહને ચિયર કરવા માટે સ્ટેન્ડિંગ ઓવેશન આપતી નજરે પડી હતી.
બુમરાહનો તરખાટ, 10 રન આપી 5 વિકેટ લીધી
જસપ્રીત બુમરાહે કોલકાતાના બેટર્સને મુશ્કેલીમાં મૂક્યા હતા. તેણે 4 ઓવરમાં 10 રન આપી 5 વિકેટ ઝડપી લીધી હતી. આ સ્પેલમાં બુમરાહે કોલકાતાના રસેલ, નીતીશ રાણા, શેલ્ડન જેક્સન, પેટ કમિન્સ અને સુનીલ નરેનને પેવેલિયન ભેગા કર્યા હતા.
સંજનાનો બુમરાહને સપોર્ટ
મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગ દરમિયાન જસપ્રીત બુમરાહ શાનદાર લયમાં જોવા મળ્યો હતો, જેના કારણે તેની પત્ની સંજના ગણેશને બુમરાહની દરેક વિકેટ પછી સ્ટેડિયમમાં સ્ટેન્ડિંગ ઓવેશન આપી ચિયર કર્યું હતું. એટલું જ નહીં, મુંબઈની બોલિંગ પૂરી થઈ પછી તેણે પુષ્પાસ્ટાઈલમાં ટ્વીટ કરીને લખ્યું કે મારો પતિ ફાયર છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં રિલીઝ થયેલી પુષ્પા ફિલ્મનો એક ડાયલોગ ઘણો પ્રખ્યાત છે. એ આ પ્રમાણે છે, પુષ્પા નામ સુનકે ફ્લાવર સમજે ક્યાં, ફ્લાવર નહીં, ફાયર હૈ મૈં.
અંબાણી પરિવારનું અનોખું સેલિબ્રેશન
માત્ર સંજના ગણેશન જ નહીં, પરંતુ ગ્રાઉન્ડમાં હાજર મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણી અને તેમનાં પત્ની શ્લોકાએ પણ બુમરાહના શાનદાર પ્રદર્શનને ચિયર કર્યું હતું. તેની બોલિંગ જોઈને બંને ખુશીથી ઝૂમી ઊઠ્યાં હતાં. આની સાથે સોશિયલ મીડિયામાં પણ બુમરાહ છવાઈ ગયો હતો. વસીમ જાફર, રવિ શાસ્ત્રી સહિત ઘણા દિગ્ગજોએ આ સ્પેલનાં વખાણ કર્યા હતા.
વીડિયોમાં જુઓ બુમરાહની 5 વિકેટ...
મુંબઈ ઈન્ડિયન્સે પણ ખાસ પોસ્ટ શેર કરી....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.