સ્પીડ કિંગનો નવો રેકોર્ડ:જમ્મુ એક્સપ્રેસે 157 KMPHની સ્પીડથી સીઝનનો સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો, IPL ઈતિહાસનો બીજો સૌથી ફાસ્ટેસ્ટ બોલ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ એક્સપ્રેસ ઉમરાન મલિક IPLમાં સૌથી ઝડપી બોલિંગ કરનાર ભારતીય બોલર બની ગયો છે. તેણે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે દિલ્હી કેપિટલ્સ સામે 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. તે આ સિઝનનો સૌથી ઝડપી બોલ તેમજ IPL ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ છે. IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ શોન ટૈટના નામે છે. તેણે 157.71 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો છે.

ઉમરાને દિલ્હી કેપિટલ્સની ઇનિંગ્સની છેલ્લી ઓવરનો ચોથો બોલ 157 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. આ બોલ પર રોવેન પોવેલે ચોગ્ગો ફટકાર્યો હતો. આ આખી ઓવરમાં 19 રન બનાવ્યા હતા. મલિકે આ ઓવરનો પહેલો બોલ 153, પછી ત્રીજો 153 અને પાંચમો બોલ 156 kmphની ઝડપે ફેંક્યો.

આ મેચમાં ઉમરાને 52 રન આપ્યાં
ઉમરાને આ મેચમાં IPL ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ ચોક્કસપણે બનાવ્યો, પરંતુ તેણે આ મેચમાં તેની કારકિર્દીના સૌથી વધુ રન પણ આપ્યા છે. તેણે 4 ઓવરમાં 52 રન આપ્યા. તેની દરેક ઓવરમાં 13 રનની એવરેજ હતી.

વોર્નરે બનાવ્યા ઉમરાનની ઓવરમાં સૌથી વધુ રન
વોર્નરે ઉમરાનની એક ઓવરમાં 21 રન બનાવ્યા હતા. આ ઓવરમાં ડેવિડ વોર્નરે 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

દિલ્હી કેપિટલ્સે હૈદરાબાદને 21 રને હરાવ્યું
SRH પાસે 208 રનનો વિશાળ ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમે 186/8 રન બનાવ્યા અને મેચ હારી ગઈ. નિકોલસ પૂરને સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. દિલ્હીની જીતમાં ખલીલ અહેમદે 3 વિકેટ લીધી હતી. આ પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા DCએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે સૌથી વધુ અણનમ 92 રન બનાવ્યા હતા જ્યારે રોવમેન પોવેલ 67 રને અણનમ રહ્યો હતો. SRH તરફથી ભુવનેશ્વર કુમાર, શોન એબોટ અને શ્રેયસ ગોપાલે 1-1 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...