ખુલાસો:ગત સિઝનથી જાડેજાને કેપ્ટન બનવાની જાણ હતીઃ ધોની

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે ધોની પરત ફર્યો છે. ધોનીએ સિઝનના પ્રારંભના 2 દિવસ પહેલા કેપ્ટન્સી છોડી હતી, જોકે જાડેજાએ કેપ્ટન્સી છોડતા ધોની 37 દિવસમાં ફરી કેપ્ટન પદે પરત ફર્યો. આ સમયે તેણે જણાવ્યું કે,‘જાડેજાને ગત સિઝનથી જ કેપ્ટન બનવા વિશે ખબર હતી.

તેની પાસે આ માટે તૈયારી કરવાનો પુરતો સમય હતો. મે પ્રારંભિક 2 મેચ સુધી જાડેજાને અમુક બાબતો શીખવી. જોકે પછી બધા નિર્ણયો તેની પર જ છોડી દીધા હતા. અમે નહોતા ઈચ્છતા કે જાડેજાને એવું લાગે કે તેની કેપ્ટન્સી માત્ર ટોસ સમયે હાજર રહેવા જેટલી જ છે.’

ધોનીએ આગળ કહ્યું કે,‘જ્યારે તમે કેપ્ટન બનો ત્યારે ઘણી વસ્તુઓ સાથે ચાલતી હોય છે. એવામાં તમારા પ્રદર્શન પર અસર પડે છે. આ જ જાડેજા સાથે થયું. પરંતુ અમે બેટર-ફિલ્ડર અને બોલર એવા રવિન્દ્ર જાડેજાની જરૂર છે. જે મેચ જીતાડી શકે.’

અન્ય સમાચારો પણ છે...