ચેન્નઈ VS દિલ્હી ફેન્ટેસી-11 ગાઈડ:જાડેજા અને ગાયકવાડ CSK માટે મહત્વના પ્લેયર્સ બની શકે છે; દિલ્હીમાંથી શિખર ધવન હોય શકે છે કી-પ્લેયર

દુબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL-2021 ફેઝ-2માં પહેલી ક્વોલિફાયર દિલ્હી કેપિટલ્સ (DC) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. બંને ટીમ વચ્ચે આ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ત્યારે તે જાણવાનો પ્રયાસ કરીએ કે આ મુકાબલા માટે ફેન્ટેસી-11ની ગણતરીએ કયા-કયા ખેલાડી મહત્વના હોય શકે છે.

વિકેટકીપર
આ મેચ માટે વિકેટકીપર તરીકે રુષભ પંતને ટીમમાં સામેલ કરી શકાય છે. આ સીઝનમાં પંતે 14 મેચમાં 362 રન બનાવ્યા છે અને ચેન્નઈ વિરૂદ્ધ પણ તેના નામે 8 મેચમાં 42ની એવરેજથી 252 રન નોંધાયેલા છે. પંત ડેથ ઓવર્સમાં ઝડપથી રન બનાવીને ટીમ માટે ફાયદાકારક સિદ્ધ હોય શકે છે. ટી-20 વિશ્વ કપ પહેલાં પોતાને સાબિત કરવા માટે પંતની પાસે એક સુવર્ણ તક પણ છે.

બેટર
ફેન્ટેસી-11 માટે બેટ્સમેન તરીકે શિખર ધવન, પૃથ્વી શૉ, રુતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસને પસંદ કરી શકાય છે. ધવન હાલ જોરદાર ફોર્મમાં છે અને 14 મેચમાં 41.84ની સરેરાશથી 544 રન બનાવી ચુક્યો છે. ચેન્નઈ વિરૂદ્ધ પણ દિલ્હીના આ બેટ્સમેન પર પણ નજર રહેશે. ધવન ઉપરાંત રુતુરાજ સારા ફોર્મમાં છે અને તે તમને પોઈન્ટ્સ અપાવી શકે છે.

ઓલરાઉન્ડર
આ મેચમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પર નજર રહેશે. રવીન્દ્ર જાડેજા આ સીઝનમાં બેટિંગ અને બોલિંગ એમ બંને રીતે કમાલ દેખાડી રહ્યો છે. તેઓએ અત્યાર સુધીમાં 14 મેચમાં 227 રન બનાવ્યા છે. આ સાથે જે તેને 10 વિકેટ પણ લીધી છે. તો દિલ્હી તરફથી રમતા અક્ષર પટેલે આ સીઝનમાં સારી બોલિંગ કરી છે. આ ખેલાડી જ્યારે ટીમને જરૂર હોય ત્યારે બેટિંગ પણ કરી જાણે છે. અક્ષરે આ સીઝનમાં 26 વિકેટ લીધી છે. આ બંને ખેલાડી તમને પોઈન્ટ્સ અપાવી શકે છે.

બોલર્સ
બોલિંગ ડિપાર્ટમેન્ટમાં આવેશ ખાન, કગિસો રબાડા, શાર્દૂલ ઠાકુર, એનરિક નોત્યાને ફેન્ટેસી 11નો ભાગ બની શકે છે. આવેશ ખાન 14 મેચમાં 22 વિકેટ લઈ ચુક્યો છે અને તે ફુલ ફોર્મમાં છે. દરેક મેચમાં તેઓએ મહત્વના સમય પર વિકેટ લઈને દિલ્હીની જોરદાર વાપસી કરાવી છે. ટીમ માટે એનરિક નોર્ત્યા પણ દરેક મેચમાં વિકેટનો આંકડો વધારી રહ્યો છે. આ ફાસ્ટ બોલર્સની ઈકોનોમી પ્રતિ ઓવર 6થી પણ ઓછી છે. તેઓએ અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. આ 6 મેચમાં તેને 9 વિકેટ લીધી છે.

ચેન્નાઈ માટે શાર્દૂલ ઠાકુરે આ વર્ષે 14 મેચમાંથી 18 વિકેટ મેળવી છે. ફેન્ટેસી મુજબ તમામ નજર તેમના પર પણ હોય શકે છે.

અન્ય સમાચારો પણ છે...